bhavnagarBreaking NewsCrimeGujarat

અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇગ્લીંશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે,અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હાના નાસતા-ફરતાં આરોપી ક્રિપાલસિંહ જયુભા ગોહિલ રહે.અલંગ તા.તળાજા,જી.ભાવનગરવાળો કાળાનાળા,માફક પાન ની સામે રોડ ઉપર ઉભો છે. જે બાતમીવાળી જગ્યાંએ તપાસ કરતાં નીચે મુજબનો નાસતો-ફરતો આરોપી હાજર મળી આવતાં તેને ઝડપી લઇ નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી અલંગ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.

નાસતાં-ફરતાં પકડાયેલા આરોપી:-ક્રિપાલસિંહ જયવંતસિંહ ઉર્ફે જયુભા ગોહિલ ઉ.વ.૩૪ રહે.અલંગ તા.તળાજા,જી.ભાવનગર

કરેલ ગુન્હો:-અલંગ મરીન પો.સ્ટે. પાર્ટ-સી ગુ.ર.નં.૦૧૪૧/૨૦૨૩ પ્રોહી. કલમ.-૬૫(એ),(ઇ),૧૧૬(બી) મુજબ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર,તથા સ્ટાફના ભૈપાલસિંહ ચુડાસમા,અરવિંદભાઇ મકવાણા,ઇમ્તિયાઝખાન પઠાણ,ચંદ્દસિંહ વાળા,અલ્ફાઝભાઇ વોરા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહતસેવા

તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે પુર અસરગ્રસ્ત વિસ્તાર એવા ઉનાશહેર, ટીંબી…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

1 of 105

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *