ગુજરાત માં ચૂંટણી નો માહોલ જોર શોરથી ચાલી રહ્યો છે ત્યારે રાજ્ય કક્ષા ના મંત્રીઓની ગુજરાતમાં દોડધામ શરૂ થઈ ગઈ છે ત્યારે આજે રાજસ્થાન ના કેબિનેટ ના મિનિસ્ટર ભવરસિંહ ભાટ્ટી 106 વિધાન સભા બેઠક ના વિસ્તારની સમીક્ષા માટે આવ્યા હતા , જેમાં તેઓએ વલ્લભીપુર ની મુલાકાત કરી હતી
વલ્લભીપુર તાલુકાના પછેગામ ખાતે પોરાણીક મુરલીધર દાદા ના દર્શન કર્યા હતા ત્યાર બાદ તેઓ વલ્લભીપુર શહેરમાં આવેલ ભગતબપુની જગ્યા ખાતે પણ તેઓએ રામ ચંદ્ર ભગવાન ના દર્શન કર્યા હતા
હાલ વલભીપુરમાં સંગઠનમાં જૂથવાદ હોવાને કારણે શહેર પ્રમુખ ભાવિક ધાનાણીએ રાજીનામું સોંપ્યું હતું ત્યારે ભાવિક ધાનાણીનું રાજીનામું જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યું નથી. આજે. રાજેન્દ્રસિંહ ગોહિલ મીડિયા નેજણાવ્યું હતું તમામ કાર્યકર્તાઓને આવનારી 2022 ની વિધાનસભામાં સંગઠન મજબૂતી પૂર્વક તમામ કાર્યકર્તાઓને કામે લાગી જવા માટે જણાવ્યું હતું
ત્યારે લંબીગ્રસ્ત ગાયો ખૂબ મૃત્યુ થયું છે ત્યારે પણ સરકાર ઉપર આક્ષેપ કર્યા છે કે આ 27 વર્ષથી ભાજપ સરકાર છે આજ દિવસ સુધી કોરોનો વાયરસ ત્યારબાદ લંપી વાયરસ અનેક બાબતે સરકાર નિષ્ફળ ગઈ છે રોજગાર હોય સ્વાથ હોય શિક્ષણ હોય ત્યારે સરકાર નિષ્ફળ ગઈ છે
ત્યારે. કેબિનેટ મિનિસ્ટર દ્વારા પત્રકાર મિત્રો ને જણાવવામાં આવ્યું હતું કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પૂર્ણ બહુમતીથી સરકાર બનાવી રહી છે
ત્યારે કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓ શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ બોહળી સંખ્યામાં હાજરી આપી હતી
ત્યારે હાજર કાર્યકર્તાઓમાં
ભાવનગર જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ
ભાવનગર જિલ્લા કોંગ્રેસ સંગઠન મંત્રી તીર્થરાજ સિંહ સોલંકી
શહેરપ્રમુખ ભાવિક ધાનાણી
તાલુકા પ્રમુખ મનસુખભાઈ મકવાણા
વલભીપુર તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા પ્રભાતસિંહ વેગડ કાનપર યુવા મોરચાના પ્રમુખ સંજયસિંહ ચૌહાણ
ભાવનગર જીલ્લા જમીન વિકાસ બેંકના ચેરમેન કે કે ગોહિલ વરતેજ
ત્યારબાદ બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર