કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભિલોડા તાલુકા માં વસતા વણજારા સમાજ ના આગેવાનો નાપડા ટાંડા, જનાલી ટાંડા ,ચિભળીયાટાંડા ,સહિત ના 20 જેટલા વણજારા સમાજ ના આગેવાનો ની ભિલોડા ભાજપના ઉમેદવાર ના સમર્થન માટે સાબરડેરી ના ભિલોડા વિસ્તાર ના ડિરેકટર જેશીંગભાઈ રામાભાઈ પટેલ તેમજ સાબરકાંઠા જિલ્લા સહકારી બેન્ક ના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી ,ભિલોડા તાલુકા ભાજપ સંઘઠન પ્રમુખ કાંતિભાઈ પટેલે મોટી સંખ્યામાં વણજારા સમાજ ની એક બેઠક ભિલોડા ખાતે મળી જેમાં સાબરડેરી ના ડિરેકટર જેશીંગભાઈ પટેલ અને સાબરકાંઠા બેન્ક ના વાઇસ ચેરમેને ભાજપ ના ઉમેદવાર ને જંગી બહુમતી થી ભાજપના ઉમેદવાર પી સી બરંડા ના સમર્થનમાં મતદાન ફરજીયાત કરવા માટે બોલાવેલી હતી
આ મિટિંગ માં વણજારા સમાજ ના લગતા વિકાસ ના પ્રશ્નો નો ભાજપ ની સરકાર માં રજુઆત કરી પૂર્ણ કરવા ની ખાતરી આપી હતી અને વણજારા સમાજે પણ સો ટકા ભાજપ તરફી મતદાન કરવાની હૈયાધારણ આપી હતી
આ બેઠક વણજારા સમાજ ને એકત્ર કરવા નો સિંહફાળો સાબરડેરી ના ડિરેકટર ભિલોડા તેમજ સાબરકાંઠા જિલ્લા સહકારી બેન્ક ના વાઇસ ચેરમેન ના ફાળે જાય છે આમ સાબરકાંઠા જિલ્લાના તમામ સહકારી આગેવાનો ચેરમેનો વાઇસ ચેરમેનો તેમજ ડિરેકટેરો એ બંને જિલ્લા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સાતે સાત બેઠકો ભાજપ ના ફાળે આવે તેમાટે ની કવાયતો કરી રહ્યા છે