વલ્લભીપુર:
છેલ્લા 2 દાયકામાં સરકાર દ્વારા કરેલ વિકાસના કામોની વિકાસ યાત્રા રથ તારીખ 12ના રોજ વલ્લભીપુર નગરપાલિકા વિસ્તારના વાઘેશ્વરી મંદિર ખાતે પહોંચી હતી.
જે અંતર્ગત વલ્લભીપુરના આગેવાનો, મહાનુભાવો, અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરી મોટી સંખ્યામાં હાજર રહેલ લાભાર્થીઓને જૂદી જૂદી યોજના અન્વયે લાભો તથા પ્રમાણપત્રો આપી વિકાસ રથને વોર્ડ 1થી 6માં લોકોની જાણકારી માટે ફેરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ માટે વલ્લભીપુર નગરપાલિકા ચિફ ઓફિસર આર.બી પરમાર તેમજ વલ્લભીપુર નગરપાલિકાના સ્ટાફ ગણે ખૂબ જ જેહમત કરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર