કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ત્રણે વિધાનસભાની બેઠકો પર કોંગ્રેસ નો કબજો જમાવી બેઠા છે ત્યારે ચાલુ વર્ષની ડિસેમ્બર 2022 ની 5 ડિસેમ્બર ના રોજ બીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે.
તેમાં આદિવાસી અનામત સીટ પર પૂર્વ આઈ પી એસ પી સી બરંડા ને ગત ચૂંટણીમાં ભાજપ ના ઉમેદવાર તરીકે હતા તેઓ ને પરાજય થયો હતો તેમને પૂનઃ ભાજપ ના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા ત્યારે પૂર્વ આઈ પી એસ પી સી બરંડા ના ધર્મપત્ની ચંદ્રિકા બરંડા નાયબ કલેકટર તરીકે થી સેવા નિવૃત્તિ લઈ ને હવે સમાજસેવા ની ધૂણી ની ભેખ ધારણ કરી પોતાના પતિ નો ચૂંટણી પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે
મહિલાઓ ને જાગરૂકતા અને તેમના હકક તેમજ ગરીબ જનતા તેમજ સર્વધર્મ ની સાથે લઈ ને ચાલનારા બરંડા પરિવારના સભ્યો તેમજ ભાજપ ના નાના મોટા તમામ કાર્યકર્તાઓ અને આ વિસ્તારના નેતાઓ આ વખતે કોઈપણ ભોગે જંગી બહુમતી થી જીત મેળવવા માટે ની ડુંગરે ડુંગરે ગામેગામ આદિવાસીઓ તેમજ તમામ સમાજમાં સાચી સમજ અને વિકાસ અને ગામડાઓના સર્વાંગી વિકાસ અને ઉત્થાન કરવા ની નેમ સાથે ભિલોડા તાલુકો તેમજ મેઘરજ તાલુકા ની બનેલી 30 ભિલોડા સીટ માટે ગત ચૂંટણી બાદ સતત લોકો ના પ્રશ્નો સામાજિક પ્રસંગો માં હાજરી આપી લોકસમપર્ક માં રહ્યા હતા
ત્યારે હવે ચૂંટણીઓ દરમિયાન પણ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર માટે નાયબ કલેકટર તરીકે નોકરી છોડી કોઈ પણ પ્રકાર ના ભેદભાવ વગર અને સરળ સ્વભાવ થી લોકો નું દિલ જીતી ને ભાજપ ના ઉમેદવાર ને જીત મળે તેવા પ્રયત્નો કરી રહ્યા છે
ત્યારે ખુબજ મોટી સંખ્યામાં કાર્યકરોએ મહિલા યુવાનો યુવતીઓ નો ખુબજ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે ડોર ટુ દોર વહેલી સવારથી લઈ મોડી રાત્ર સુધી પ્રચારમાં લાગી જાય છે ભિલોડા તાલુકા ના ઓડ – રામપુરી, પાટિયાકુવા જેવા ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારમાં મહિલા કાર્યકરો સાથે જતા હોય છે
આજે તાલુકા પંચાયતના પ્રમુખ તરાલિકા બેન ના ઘરે રામપુરી અને પાટિયાકુવા વિસ્તારમાં પ્રચાર કરતા નજરે પડે છે આમ પોતાના પતિદેવ ની ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉભા છે તેમને જીતાડવા તનતોડ મહેનત કરી રહ્યા છે