Politics

ભિલોડા વિધાનસભા પરથી ભાજપ ના ઉમેદવાર ને પ્રચંડ લોક સમર્થન ગામે ગામ શ્રીફળ આપી સ્વાગત સાથે જીત ના આશીર્વાદ આપતી જનતા

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના ભિલોડા -મેઘરજ તાલુકા ની વિશાળ વિસ્તારમાં આવેલા આદિવાસી અનામત સીટ પર ભાજપ ના ઉમેદવાર તરીકે પૂર્વ આઈ પી એસ અધિકારી પી સી બરંડા ને જીતાડવા તેમના ધર્મપત્ની ચંદ્રિકા બરંડા નિવૃત નાયબ કલેકટર ની મથામણ માં લોકો તેમને એક સંસારી સંત તરીકે ની કામગીરી જોઈ રહ્યા છે

આ બરંડા પરિવાર ને ઈશ્વરે સંતાન સુખ આપ્યું નથી ત્યારે જનતા ને સંતાન સુખ ની જેમ જોઈ ને તેઓ ઉચ્ચ હોદ્દા નું ત્યાગ કરી સમાજ સેવા કરવા રાજકારણમાં ઝપલાવ્યું છે ગત વિધાનસભાની ચૂંટણીમાં મોડે મોડે તેમને ટીકીટ ભાજપ તરફથી મળતા ખૂબ ઓછા સમયમાં પણ સારા મત મેળવ્યા હતા પણ તેમનો પરાજય થયો હતો તેમ છતાં બરંડા પરિવાર નિરાશ કે નાસીપાસ થયા વિના સતત લોક સંપર્ક અને લોકો વચ્ચે રહી લોકસેવા ના તેમજ સમાજ સેવા અને સામાજિક પ્રસંગો માં હાજરી આપી સતત કર્યો કર્યા

જેનો ભરપૂર ફાયદો ચાલુ ચૂંટણી માં ફરીથી ભાજપે વિશ્વાસ મૂકી ઉમેદવાર તરીકે તેમની પાસદગી કરતા પી સી બરંડા પૂર્વ આઈ પી એસ અધિકારી અને નિવૃત નાયબ કલેકટર ચંદ્રિકા બરંડા નિખાલસ નિર્મળ અને પ્રેમાળ સ્વભાવ રાખી સંત ની જેમ સાદગી ભયું જીવન જીવતું આ પરિવારના સભ્યોને લોકો નો પ્રચંડ પ્રતિભાવ મળી રહ્યો છે

આદિવાસી બક્ષીપંચ તેમજ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વસ્તી જનતા ને વિકાસ ના કર્યો નિસ્વાર્થ ભાવે પૂર્ણ કરી આદિવાસી વિસ્તારમાં છેવાડાં ના વિસ્તારોમાં શિક્ષણ આરોગ્ય રોજગાર અને પાક મકાન રોડ પાણી વીજળી જેવા અનેક વિકાસ ના કામો કરી જીવન ને અમૂલ્ય અમૃત બનાવવા ની નેમ સાથે રાજકારણ ની સત્તા સાથે સંત ની જેમ સેવા કર્યો કરવા નું મન મક્કમ કરી પ્રચારાર્થે જોતરાયેલ છે

ત્યારે આ ચૂંટણીમાં ભાજપ ના આદિવાસી નેતાઓ નિલાબેન મોડિયા , ધનજીભાઈ, રાજુભાઇ નિનામાં, તેમજ ચુંટણી ઇન્ચાર્જ અને સહકારી આગેવાન રાજેન્દ્રસિંહ ભાટી, માર્કેટ યાર્ડ ના ચેરમેન હીતેન્દ્રસિંહ, સાબરડેરી ના ડિરેકટર જેશીંગભાઈ પટેલ ,કેવળ જોશીયાર, સરપંચ પ્રેમજીભાઈ, રસીલા બેન ડામોર ,તારાલિકા બેન પૂર્વ અધ્યક્ષ ભાજપ રણવીર સિંહ , પ્રભુદાસ પટેલ ભિલોડા બીપીનભાઈ પટેલ ,મનોજભાઈ પટેલ પૂર્વ સરપંચ સહિત ના અનેક આગેવાનો કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની ફોઝ પણ જોતરાઈ ને જંગી જીત મેળવવા ના પ્રયત્નો કરવા લાગ્યા છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *