Politics

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ હવે દિનપ્રતિદિન નજદીક આવી રહી ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ આજે ભિલોડા માં જંગી જનમેદની સંબોધી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ના પુત્ર અને આદિવાસી દિગજનેતા દિલીપ કટારા એક હજાર કાર્યકરો સાથે ભાજપ માં અમિત શાહે ખેસ પહેરાવી જોડ્યા

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં ત્રણે વિધાનસભા હાલમાં કોંગ્રેસ ની પાસે છે ત્યારે આ ત્રણે વિધાનસભા બીજેપી ના પાસે મેળવવા માટે આજે ભિલોડા મતવિસ્તારમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આદિવાસીઓ તેમજ મેઘરજ ભિલોડા તાલુકાની જનતા ને ભાજપ ની યોજનાઓ ની જાણકારી આપી હતી

આ વિસ્તારમાં કેટલાક સમય થી કોંગ્રેસના પાસે હોવાથી તેને આંચકી લઈ જંગી બહુમતી થી દરેકે ફરજીયાત મતદાન ભાજપ તરફી કરવા માટે ની હાકલ કરી હતી દર વખતે રાજ્યમાં સરકાર હોય તેના વિરુદ્ધ પાર્ટી ના ધારાસભ્યો ચૂંટતા હોવાથી આ વિસ્તારમાં વિકાસ થતો નથી ત્યારે એકજ પાર્ટી ની સરકાર બને અને તેના જ પાર્ટી ના ધરાસભ્યો હોય ત્યારે વિકાસ ની તેજગતી થી વિકાસ કરવા માટે તેમને ભાજપ તરફી મતદાન કરવા માટે મતદારો કાર્યકરો અને હોદ્દેદારો ને પણ કોઈપણ ભોગે ભાજપ ની ત્રણે ત્રણ સીટો પર ભાજપના ઉમેદવાર ને જીતાડી ને મોકલવા માટે ની હાકલ કરી હતી

તેમજ રાહુલ બાબા એ રામ મંદિર દર ચૂંટણી દરમિયાન વાયદા કરતા અને નહોતા બનાવતા તેમજ 370 ની કલમ નો પણ આ સભા માં ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે મમતા સમતા માયા જેવાઓ ક્લબલ ક્લબલ કરતા અને જમ્મુ કાશ્મીરમાં લોહી ની નદીઓ વહેશે તેવા ભ્રામક પ્રચાર કરતા ત્યારે દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવા અનેક ઐતિહાસિક નિર્ણયો કર્યા

જેથી હવે કાશ્મીરમાં તેમજ રામ મંદિર મુદ્દે રાજકારણ હવે નથી રહ્યું અને ભિલોડા ની જનતા તેમજ અરવલ્લી ની જનતા ને 1 જાન્યુઆરી 2024 ની ટીકીટ બુક કરાવી લો અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નું નિર્માણ થઈ રહ્યું જેનું અમે અત્યારથી જ તારીખ આપી ત્યારે ચાલુ થઈ જશે વર્ષો થી આવા વણ ઉકેલાયેલા પ્રશ્નો હલ કર્યા ત્યારે આજે સંકલ્પ કરો કે ભિલોડા ની સીટ ના ઉમેદવાર પી સી બરંડા ને જંગી બહુમતી થી જીતાડી ને એક કમળ ગાંધીનગર ખાતે મોકલી આપો તેમજ બાયડ -માલપુર વિધાનસભા બેઠક પરથી ભાજપ ના ઉમેદવાર ભીખીબેન પરમાર અને મોડાસા ની સીટ ના ભાજપ ના ઉમેદવાર ભીખુસિંહ પરમાર આમ ત્રણે બેઠકો પર ના ત્રણ કમળ ગાંધીનગર ભુપેન્દ્રભાઈ પટેલ ની સરકાર બની રહી છે ત્યારે ચોક્કસ થી મોકલી આપવા જંગી જનમેદની અને કાર્યકરો ને વિનંતી કરી હતી

આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાજેન્દ્ર પટેલ તેમજ અરવલ્લી જિલ્લા ભાજપ ના પ્રભારી જયશ્રી બેન દેસાઈ ,ગીરીશભાઈ જોગણિયા, સાબરડેરી તેમજ અમુલ ફેડરેશનના ચેરમેન શામલભાઈ પટેલ સાબરકાંઠા સહકારી બેન્ક ના ચેરમેન મહેશભાઈ પટેલ, ભિલોડા સીટ ના ચૂંટણી ઇન્ચાર્જ રાજેન્દ્રસિંહ ભાટી , સાબરડેરી ના ડિરેકટર જેશીંગભાઈ પટેલ, માર્કેટ યાર્ડ ના ચેરમેન હીતેન્દ્રસિંહ સિસોદિયા, જિલ્લા ભાજપ ના ત્રણે મહામંત્રી ભીખાજી ડામોર ,હસમુખ પટેલ, જગદીશ ભાવસાર સાબરકાંઠા જિલ્લાના પૂર્વ પ્રમુખ પી સી પટેલ, તખતસિંહ હડિયોલ, જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ જિલ્લા પંચાયતના સદસ્ય નિલાબેન મોડિયા, ધનજીભાઈ, પ્રભુદાસ પટેલ, રાજુ નિનામાં, સહિત ના અનેક કાર્યકર્તા ની ઉપસ્થિતિ પૂર્વ ધારાસભ્ય ના પુત્ર અને કોંગ્રેસના ભિલોડા સીટ ના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી હતા

તેવા દિલીપભાઈ કટારા અને તેમની સાથે એક હજાર જેટલા કાર્યકરો કોંગ્રેસ ને રામ રામ કરી અમિત શાહ ના હાથે ભાજપ નો ખેસ ધારણ કરી કેસરિયા રંગે રંગાઈ ભાજપ પાર્ટી માં સામેલ થઈ ગયા હતા હજારો ની સંખ્યામાં આવેલા કાર્યકરો એ વધાવી લીધો હતો આમ કોંગ્રેસ માં મોટું ગાબડું પાડવામાં ભાજપ સંઘઠન સફળ રહ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમ મેળવતા વનરાજસિંહ એલ. બારડ

સમગ્ર દેશમાં બીજી સપ્ટેમ્બર-૨૦૨૪ થી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ભાવનગર જિલ્લાની સંભવત: મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તારીખ ૨૧મી જુલાઈનાં ગુરુપૂર્ણિમાના અવસરે…

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *