શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે અંબાજી ખાતે વિવિધ ભગવાનના મંદિરો આવેલા છે તો બીજી તરફ અંબાજીમાં જીએમડીસી ગ્રાઉન્ડ પણ આવેલું છે જેમાં અવારનવાર ટુર્નામેન્ટ યોજાતી હોય છે ત્યારે આજે 21 ડિસેમ્બરના રોજ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ હતી જેમાં અંબાજીની આઠ ટીમો ભાગ લઈ રહી છે.
21 અને 22 ડિસેમ્બરના રોજ અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલવાની છે. આજે સવારે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર તમામ આઠ ટીમોના ખેલાડીઓ હાજર રહ્યા હતા. અંબાજી બ્રહ્મ સમાજના આગેવાન અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી