Sports

અમદાવાદના આ દિવ્યાંગ યુવાનની સંઘર્ષગાથા મુશ્કેલીઓ વચ્ચે આગળ વધવાની પ્રેરણા રૂપ બનશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: જીવનની રોજબરોજની સમસ્યાઓ અને પ્રશ્નો વચ્ચે આ ગાથા તમને તમારા ધ્યેય સુધી પહોંચવાની ઝંખનાને વધુ પ્રબળ બનાવશે. આ યુવાનની વાત જાણીને અઘરાં અને અશક્ય લાગતાં કામો તમને સરળ લાગશે.

અમદાવાદના 25 વર્ષીય યુવાન જય મહેશભાઈ ગાંગડીયાએ શારીરિક મર્યાદાઓ છતાં પોતાની એવી ખૂબી વિકસાવી કે આજે તેઓ અનેક લોકો માટે પ્રેરણાસ્રોત બની ગયા છે. પોતાની ચિત્રકળાથી છેલ્લાં છ વર્ષ દરમિયાન તેમણે ૩૫૦થી વધુ કેનવાસ પેઇન્ટિંગ બનાવ્યાં છે. જેમાંનાં અનેક પેઇન્ટિંગ તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોને ભેટ આપી ચૂક્યા છે.

તાજેતરમાં જ વિશ્વ દિવ્યાંગજન દિવસે જય ગાંગડીયાને શ્રેષ્ઠ દિવ્યાંગજન 2023નો નેશનલ એવોર્ડ દેશના રાષ્ટ્રપતિ સુશ્રી દ્રોપદી મૂર્મુજીના હસ્તે પ્રાપ્ત થયો છે. પોતાની કલ્પનાશક્તિ અને રંગ ભરેલી પીંછી કેનવાસ પર ચલાવી અદભુત ચિત્રો ઉપસાવવાની કળાથી જય સમગ્ર ગુજરાતનું ગૌરવ બન્યો છે,

તેમનાં ૩૫૦થી વધુ પેઇન્ટિંગ્સમાં મિશન ચંદ્રયાન, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત ગુજરાતનો ગરબો, અમદાવાદ શહેરની સાંજ સહિતના નયનરમ્ય ચિત્રોનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના ૭૩મા જન્મદિવસ નિમિત્તે યોજાયેલી ‘શબ્દ રંગ’ ચિત્ર સ્પર્ધામાં તેમના જ કાવ્યસંગ્રહ ‘આંખ આ ધન્ય છે’ અને કવિતા ‘માડી મને કૌવત દેજે’ પરથી ‘મિસ યુ મોમ’ ચિત્ર બનાવ્યું હતું, જેને વિનર ફોર બેસ્ટ પેઇન્ટિંગનો એવોર્ડ મળ્યો હતો. જયની આ શ્રેષ્ઠત્તમ કલાકારી છે.

જન્મથી જ જયને દત્તક લેનાર પિતાએ જણાવી સંઘર્ષગાથા: જય ગાંગડીયાની આટઆટલી સિદ્ધિઓ અને પ્રસિદ્ધિ વિશે જાણ્યા બાદ તમને કદાચ સવાલ થતો હશે કે, શું જયને જન્મજાત આ તકલીફ હતી? અનેક સમસ્યાઓ વચ્ચે પણ તે આટલો સફળ કેવી રીતે થયો?

આ સવાલનો જવાબ આપતા જયના પિતા મહેશ ગાંગડીયા કહે છે કે, જયને અમે જન્મના પહેલા દિવસથી જ દતક લીધેલો છે. તે ત્રણ દિવસનો હતો ત્યારે કમળો થઈ જતા તાવ અને ખેંચ આવતી હતી. જેના કારણે તે સરેબલ પાલ્સી એટલે કે મગજના લકવાનો શિકાર બન્યો. સમય જતાં તેની આ ડિસેબિલિટી ૮૦% થઈ ગઈ. જેના પરિણામે આખા શરીરના સ્નાયુ જકડાઈ ગયા. મગજ અને શરીરનાં અલગ અલગ અંગો વચ્ચે જ્ઞાન તંતુઓનો સંપર્ક નબળો થઈ ગયો.

જેથી બોલવા-ચાલવા, બેસવા-ઉઠવા સહિતની રોજિંદી ક્રિયાઓ પણ તેના માટે અઘરી બની ગઈ. જયે ધોરણ પાંચ પછીનો અભ્યાસ સ્પેશિયલ સ્કૂલમાં કર્યો છે. તેનું આઈક્યુ લેવલ ખૂબ સારું હોવાથી ૧૧ વર્ષની ઉંમરથી જ જય પેઇન્ટિંગ કરે છે. તેની આ જ ખૂબીને કારણે તેણે સમગ્ર પરિવાર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

આમ, જયની ઝળહળતી સિદ્ધિ પાછળ જેટલી જયની મહેનત છે તેટલું જ તેના પરિવારનું સમર્પણ પણ છે. તેની સંઘર્ષથી સફળતા સુધીની આ યાત્રા અનેક લોકો માટે ઊર્જાના સ્રોત સમાન સાબિત થશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇંગ્લેન્ડ ક્રિકેટર ઓવેશ શાહ અને ગુજરાત ના વેલીયન્ટ સ્ટાર વિપુલ નારીગરા મુંબઈ માં એક સાથે જોવા મળ્યા

ગુજરાતના વેલીયન્ટ સ્ટાર તરીકે જાણીતા વિપુલ નારીગરા અને ઇંગ્લેન્ડ ટેસ્ટ,વન ડે અને…

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *