પાલનપુર: ચૌધરી ચરણસિંઘ હરીયાણા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, હિસ્સાર ખાતે તા. ૨૦ થી તા. ૨૪ ફેબ્રુઆરી-૨૦૨૩ દરમ્યાન યોજાયેલ ૨૧ મી ઓલ ઇન્ડીયા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીઝ સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ- ૨૦૨૨-૨૩ માં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગરનાં કુલ-૪૦ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ બાસ્કેટબોલ, બેડમીન્ટન (ભાઈઓ-બહેનો), કબડી, ટેબલ ટેનિસ (ભાઈઓ-બહેનો), વોલીબોલ (ભાઈઓ-બહેનો) અને એથ્લેટિકસ (ભાઈઓ-બહેનો), રમતોમાં ભાગ લીધો હતો. તેમના ટીમ મેનેજર તરીકે ચિમનભાઇ પટેલ કૃષિ મહાવિધાલય ખાતે ફરજ બજાવતાં શ્રી જયપાલસિહ ચાવડા, મદદનીશ પ્રાધ્યાપક તેમજ નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ કચેરી ખાતે ફરજ બજાવતાં શ્રી વિક્રમ સોલંકી, ખેતીવાડી અધિકારીશ્રી સાથે ગયા હતા.
આ સ્પર્ધાઓમાં સમગ્ર દેશમાંથી કુલ ૬૫ યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. જેમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થી શ્રી સાગર પ્રજાપતિએ ૮૦૦ મીટર દોડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી રજત ચંદ્રક (સિલ્વર મેડલ) તેમજ ૧૫૦૦ મીટર દોડમાં ચતુર્થ સ્થાન મેળવી રાષ્ટ્રીય કક્ષાએ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે.
આ સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય કક્ષાએ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું નામ રોશન કરવા બદલ સિલ્વર મેડાલીસ્ટશ્રી સાગર પ્રજાપતિ તથા ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ અને ટીમ મેનેજરશ્રીઓને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિશ્રી ર્ડા. આર. એમ. ચૌહાણ, નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણશ્રી ર્ડા. કે. પી. ઠાકર તથા યુનિવર્સિટીના તમામ અધિકારીઓ અને વિવિધ મહાવિધાલયના આચાર્યશ્રીઓએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.