અમદાવાદ: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ” ખેલો ઇન્ડિયા ” અભિયાનને આગળ વધારવા માટે અમદાવાદ પશ્ચિમના સાંસદ અને લોકસભાના પેનલ સ્પીકર શ્રી ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીના ચીફ પેટર્નના વડપણ હેઠળ ઈન્ડીયન પેનકેક સિલાટ ફેડરેશન રમત ગમત ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. ઇન્ડોનેશિયાની માર્શલ આર્ટનું એક સ્વરૂપ પેનકેક સિલાટ રમત જે રમત ભારત સરકારના રમત ગમત મંત્રાલય હેઠળ માન્યતા પ્રાપ્ત છે તદ્ ઉપરાંત એશિયન ગેમ્સ, સાંઈ, ઓલ ઇન્ડિયા પોલિસ સ્પોર્ટ્સ,અશોશીએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટી સંલગ્ન છે.
ઇન્ડિયન પેનકેક સિલાટ ફેડરેશનના માર્ગદર્શન હેઠળ “ઓલ ગુજરાત પેનકેક સિલાટ એસોસિએશન” દ્વારા પેનકેક સિલાટના રાજ્ય કક્ષાના વર્ક શોપનુ આયોજન અમદાવાદ ખાતે યોજાનાર હોઇ રસ ધરાવતા ગુજરાતના રમતવીરો, કોચ, વ્યાયામ શિક્ષક ગણ વર્કશોપ મા જોડાવવા માટે શ્રીમતી ટીના ક્રિષ્ના દાસ , 79845 01841 મહા મંત્રી શ્રી ઓલ ગુજરાત પેનકેક સિલાટ એસોસિએશન નો સંપર્ક કરવો.