વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ગુજરાતના અરવલ્લી જિલ્લાનું ગૌરવ,ભગોરા ભાર્ગવી ભાગ લીધો છે, તે નડિયાદ એકેડેમી અને ગુજરાત તીરંદાજી માટે ગૌરવની ક્ષણ છે.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આયર્લેન્ડના લિમરેક ખાતે યોજાયેલી યુવા વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપમાં પ્રતિનિધિત્વ કરતી ભારતીય ટીમ વિશે ટ્વિટ કર્યું.જે ટિમ માં ગુજરાતના અરવલ્લી જિલ્લાનું ગૌરવ ભગોરા ભાર્ગવી છે, જે ગુજરાત અને અરવલ્લી જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલી એમ ડી પટેલ આર્ટસ કોલેજ તખતપુર કોલેજની વિદ્યાર્થીની ભાર્ગવી વર્ગીશકુમાર ભગોરાએ ગૌરવ વધાર્યું છે.
અરવલ્લી જિલ્લા માટે ગર્વ ની બાબત છે ભગોરા ભાર્ગવી મેઘરજ ની ખેલાડી છે અને હાલ ગુજરાત નડીયાદ ખાતે એકેડેમી માં તાલીમ લઇ રહી છે. અગાઉ એના પિતા વર્ગીસ કુમાર જોડે તાલીમ લઇ રહી હતી તેના પિતા પણ આર્ચરી માં ગુજરાત માં સારુ એવુ નામ ધરાવે છે અરવલ્લી જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.