Sports

ભાવનગર સમરસ કુમાર છાત્રાલય ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ


ભાવનગરમાં સમરસ કુમાર છાત્રાલય ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં ચાર ટીમોએ ભાગ લીધો હતો તેમાંથી વિજેતા ટીમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.

ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગાંધીનગર હસ્તકની સમરસ કુમાર છાત્રાલય ભાવનગર ખાતે છાત્રાલયના વિધાર્થીઓમાં રહેલી સુષુપ્ત કુશળતા ને રસરૂચી મુજબ પ્લેટફોર્મ પૂરું પાડવાના આશ્રયથી સમાજ કલ્યાણ અધિકારીશ્રી એમ.કે.રાઠોડ દ્વારા છાત્રાલય ના ગ્રાઉન્ડમાં જ વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અધ્યક્ષશ્રી પી.વી.સાવલિયા (નાયબ નિયામક અ .જા.) તથા શ્રી વી.સી.વસાણી (સ.ક.છા.ભાવ) ઉપસ્થિત રહ્યા હતા.

આ ટૂર્નામેન્ટમાં વિધાર્થીઓની કુલ ચાર ટીમ પૈકી એક ટીમ વિજેતા બનતા તેઓના પ્રોત્સાહન ભાગરૂપે “પ્રમાણપત્ર” આપવામાં આવેલ વિધાર્થીઓમાં રહેલ ખેલદિલીની ભાવનાથી ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇંગ્લેન્ડ ક્રિકેટર ઓવેશ શાહ અને ગુજરાત ના વેલીયન્ટ સ્ટાર વિપુલ નારીગરા મુંબઈ માં એક સાથે જોવા મળ્યા

ગુજરાતના વેલીયન્ટ સ્ટાર તરીકે જાણીતા વિપુલ નારીગરા અને ઇંગ્લેન્ડ ટેસ્ટ,વન ડે અને…

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *