Sports

સોમવારના રોજ વલભીપુર તાલુકા પંચાયત શિક્ષણ પરિવાર આયોજિત આંતરશાળા ક્રિકેટનું આયોજન થયેલ.

આજ તા.17/07/2023 ને સોમવારના રોજ વલભીપુર તાલુકા પંચાયત શિક્ષણ પરિવાર આયોજિત આંતરશાળા ક્રિકેટનું આયોજન થયેલ.
આજરોજ શ્રી બ્રાંચશાળા,વલભીપુર અને કે.વ.શાળા નં.1,વલભીપુર તથા માનસ શાળા, વલભીપુર ની ધો.6..7..8ના બાળકોની  આંતરશાળા ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 શ્રી ગંભીરસિંહજી ગ્રાઉન્ડ પર રમાઈ.

જેમાં પ્રથમ મેચમાં કે.વ.શા.નં.1એ ટોસ જીતી પ્રથમ દાવ લેતા 10 ઓવરના અંતે 96 રન બનાવેલ.જવાબમાં શ્રી બ્રાંચશાળાની ટીમે 10 ઓવરમાં 70 રન બનાવેલ.કે.વ.શાળા નં.1ની ટીમ વિજેતા બનેલ.કહાન મેન ઓફ ધ મેચ બનેલ.

બીજી મેચ માનસ કુમાર શાળા અને કે.વ.શાળા નં.1 વચ્ચે રમાયેલ. જેમાં કે.વ.શાળા એ ટોસ જીતી 10 ઓવરમાં 59 રન બનાવેલ.જવાબમાં ભારે રોમાંચકતા બાદ માનસ કુમાર શાળાએ 10 ઓવરના અંતે 57 રન બનાવેલ અંતે કે.વ.શાળા નં.1 ની ટીમ ફાઈનલ વિજેતા બનેલ. જયરાજ મેન ઓફ ધ મેચ બનેલ.

  સમગ્ર આયોજન હસમુખભાઈ મેર…રામદેવસિંહ ગોહિલ અને મહાવીરસિંહ ઘેલડા એ કરેલ.

    વિજેતા બનેલ ટીમ અને બેસ્ટ પરફોર્મન્સ કરનાર ખેલાડીઓને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ગોપાલભાઈ મકવાણા તથા તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી હેમરાજસિંહ ચૌહાણે અભિનંદન પાઠવેલ અને શુભકામનાઓ આપેલ.

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇંગ્લેન્ડ ક્રિકેટર ઓવેશ શાહ અને ગુજરાત ના વેલીયન્ટ સ્ટાર વિપુલ નારીગરા મુંબઈ માં એક સાથે જોવા મળ્યા

ગુજરાતના વેલીયન્ટ સ્ટાર તરીકે જાણીતા વિપુલ નારીગરા અને ઇંગ્લેન્ડ ટેસ્ટ,વન ડે અને…

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *