Sports

વલ્લભીપુર નો યુવાન મોરી ધ્રુવરાજસિંહ કિશોરસિંહ રાજ્યકક્ષાએ ચમક્યો

વલભીપુર નું ગૌરવ

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા આયોજીત 51 મી રાજ્યકક્ષા જવાહરલાલ નહેરુ જુનિયર અં 17 ભાઈઓ સ્પર્ધા માં અમરેલી જિલ્લા DLSS વિદ્યાસભા સ્કૂલ પ્રથમ ક્રમ પર રહી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે, સતત 2 વર્ષ થી જવાહરલાલ નહેરુ અં 15 ભાઈઓ સ્પર્ધા માં રાજ્યકક્ષા માં ગોલ્ડ મેડલ મેળવી રહેલ છે.
તારીખ 15 થી 17 સપ્ટેમ્બર 2023 ચાલેલી આ સ્પર્ધા માં અમરેલી ના ખેલીડીઓ ઉત્કૃષ્ટ પ્રદશન કરી , પંચમહાલ , મોડાસા , દાહોદ ની ટિમ ને હરાવી ફાઇનલ માં નવસારી ને હરાવી નહેરુ કપ જીત્યો હતો .. આગામી તારીખ 23 ના રોજ અમરેલી જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલ ના આ ખેલાડીઓ દિલ્લી માટે રવાના થશે. …

ટિમ ના ખેલાડીઓ મોરી ધ્રુવરાજસિંહ કિશોરસિંહ. બમભાણીયા આયુષ્ય. ડાભી અભી. વેગડ મયુર. કાપડિયા જેનિષ. લાધવા જય. ભદ્રેશવરા ફેનીલ. બારૈયા અજય. ટાંક નયન . ટંડેલ યશ. જાદવ વિશાલ. બારૈયા કેયુર.ઝાલા જનક. મોરી મયંક. દિહોરા અરુણ. દેસાઈ હર્ષ

જેમાં પુરી સ્પર્ધા માં બેસ્ટ ગોલ કીપર નો એવોર્ડ ઝાલા જનક અને બેસ્ટ મિડ ફિલ્ડર નો એવોર્ડ ભદ્રેશવરા ફેનીલ ને અને સ્પર્ધા માં સારા બેસ્ટ ડિફેન્ડર નો એવોર્ડ વલભીપુર ના મોરી ધ્રુવરાજસિંહ કિશોરસિંહ ને આપવામાં આવ્યો હતો.. અને ટિમ ના કોચ શ્રી મહાવીરસિંહ ની અથાગ મેહનત થી ટિમ સતત રાજ્યકક્ષા માં સારું પ્રદશન કરી રહી છે સાથે મેનેજર શ્રી કિશનદાન ભેવલિયા પણ ટિમ જોડે રહી આ સ્પર્ધા માં જીત મેળવી છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇંગ્લેન્ડ ક્રિકેટર ઓવેશ શાહ અને ગુજરાત ના વેલીયન્ટ સ્ટાર વિપુલ નારીગરા મુંબઈ માં એક સાથે જોવા મળ્યા

ગુજરાતના વેલીયન્ટ સ્ટાર તરીકે જાણીતા વિપુલ નારીગરા અને ઇંગ્લેન્ડ ટેસ્ટ,વન ડે અને…

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *