શક્તિપીઠ અંબાજી ગુજરાત અને અંબાજીનું લોકપ્રિય શક્તિપીઠ આ ધામમાં જગતજનની મા અંબા નું પવિત્ર અને પ્રાચીન મંદિર આવેલું છે. વર્ષે દહાડે લાખો કરોડો માઇભકતો મા અંબાના દર્શન કરવા આવ્યા છે અને ધન્યતા અનુભવે છે. અંબાજી ખાતે વિવિધ સમાજના લોકો વસવાટ કરે છે અંબાજી ખાતે રબારી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં વસવાટ કરે છે જેમાં ગબ્બર રોડ અને દાંતા રોડ તરફ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. થોડાક દિવસ અગાઉ ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવેલી જી.પી.એસ.સી ની પરીક્ષામા સમગ્ર ગુજરાતમાં 94 મા રેન્ક થી પાસ કરી રાજુભાઈ ભલાજી રબારી અંબાજી અને રબારી સમાજનું ગૌરવ વધારેલ છે. આજે સવારે 11 વાગે તેઓ અમદાવાદ થી અંબાજી ખાતે આવી પહોંચતા રબારી સમાજ અને અંબાજીના લોકો દ્વારા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
અંબાજી ના કેટલાક બાળકો વિદેશમાં રહી આ ગામનું નામ રોશન કરેલ છે. અંબાજીના મોટાભાગના બાળકો ગુજરાતમાં અને દેશમાં સારી જગ્યાએ રહી પોતાના વતન નું નામ વધારેલ છે. તાજેતરમાં અંબાજી ના ગબ્બર માર્ગ તરફ રહેતા ભલાજી રબારી ના દિકરા રાજુભાઇ રબારી જીપીએસસી પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 94 મા રેન્ક થી પાસ કરી અંબાજીનું અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે. અંબાજી ખાતે રાજુભાઇ રબારી આવી પહોંચતા ઢોલ-નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રબારી સમાજના લોકો, આગેવાનો, મિત્રો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહી ફૂલમાળા અને કુમકુમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં અંબાજી ના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રહલાદ પૂજારી અંબાજી