અમદાવાદ: વુમન એમ્પાવરમેન્ટ કમિટીના ચેરેપર્સન હિતા એન.જી. પટેલ અને મેમ્બર સુનિતા ચૌહાણ દ્વારા કર્ણાવતી કલબ ખાતે ગેમ્સ ખેલો પ્રાઈઝીસ જીતો ઇવેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામના મુખ્ય સ્પોન્સર ડૉ. રિધમ પટેલ, મલ્ટી સ્પેશિયલલિટી ડેન્ટલ ક્લિનિક છે. ખાસ કરીને કોરોના પછી અને તેમાં પણ લોકડાઉન પછી વુમન એમ્પાવરમેન્ટ કમિટી દ્વારા આ પહેલો ઓફલાઈન પ્રોગ્રામ કર્ણાવતી ક્લબની અંદર સરકારની ગાઇડલાઈન પ્રમાણે આયોજિત કરવામાં આવ્યો હતો.
કોરોના મહામારીના તણાવથી લોકોને બહાર લાવવા માટે વુમન એમ્પાવરમેન્ટ કમિટી દ્વારા આ મનોરંજનથી ભરેલો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ પૂરો કન્સેપ્ટ હિતા પટેલ અને સુનિતા ચૌહાણનો રહ્યો હતો.
ગેમ્સ ખેલો પ્રાઇઝીસ જીતો પ્રોગ્રામ વિશે વાત કરતાં કર્ણાવતી ક્લબની વી કમિટીના ચેરપર્સન હિતા પટેલે જણાવ્યું હતું કે, ક્લબની મહિલા મેમ્બરે એમના સ્ટોલ થકી એમ્પાવર થાય અને તેમને પ્રોત્સાહન મળી રહે માટે આ સ્ટોલ કર્ણાવતી ક્લબમાં મુકવામાં આવ્યા હતા. જેમાં મહિલાઓએ અન્ય મેમ્બર સાથે પ્રોડક્ટનું પ્રદર્શન કર્યું હતું અને પ્રોડક્ટ વિશે સમજ આપી હતી. કર્ણાવતી ક્લબમાં અમે એક એન.જી.ઓ.ને સોશિયલ એક્ટિવિટીના ભાગરૂપે ફ્રી સ્ટોલ પણ આપ્યો હતો. અમારી એક સમાજિક ફરજ છે. દરેક ઇવેન્ટ આ પ્રકારની હશે તેમાં એક સ્ટોલ તેમને ફ્રી આપીશું. તેઓ આ રકમ સમાજિક કાર્ય હેતુસર વાપરી શકે અને અન્ય લોકોને મદદ મળી રહે માટે અમે આ નક્કી કર્યું છે.
લોકોને કોરોનામાં ઘણો સમય સુધી ઘરે બેસવું પડ્યું હતું, કોરોના મહામારી વચ્ચેના તણાવથી બહાર લાવવા માટે વુમન એમ્પાવરમેન્ટ કમિટી દ્વારા કર્ણાવતી ક્લબમાં વિશેષ રીતે ઓફલાઈન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્સાઇટિંગ પ્રાઈઝ પણ આ ઇવેન્ટમાં રાખવામાં આવ્યા હતા. અત્યાર સુધી જે લોકો કોરોનાના કારણે ઘરે હતા અને આ પરિસ્થિતિમાં તેમને એક મનોરંજન મળી રહે માટે આ ઉપરાંત રેપર સોંગ થકી લોકોને વધુ મનોરંજન મળી રહે માટે રેપર દ્વારા કોઈ પણ વર્ડમાંથી રેપર સોંગ ક્રિએટ કરી લોકોનું મનોરંજન પણ કરવામાં આવ્યું હતું.