શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે આજે અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમ હોઈ મોટી સંખ્યામા ભક્તો દૂર દૂર થી દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને માતાજીને પોતાનાં ઘરે આસો નવરાત્રીમાં આમંત્રણ આપવા આવ્યાં હતા. આજે વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી અને ભક્તો ધજા લઈને મંદિર મા આવ્યા હતા. આજે બનાસકાંઠા પોલીસ તરફથી પણ ધજા ચઢાવવામાં આવી હતી અને ત્યારબાદ અંબાજી મંદીર ટ્રસ્ટ તરફથી પણ મંદિર પર ધજા ચઢાવવામાં આવી હતી
ગુજરાત ગૃહ વિભાગ તરફથી મેળા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પણ મંદિર બાધા આખડી માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે ત્યારે મંદિર ટ્રસ્ટ તરફથી ભક્તો માટે અંબિકા ભોજનાલય ખાતે વીના મૂલ્યે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ભક્તો આસાનીથી દર્શન કરી શકે તે માટે દર્શન સમય પણ વધારવામાં આવ્યો હતો
અંબાજી પ્રહલાદ પુજારી