અમદાવાદ: ગુજરાત અને પડોશના રાજ્યોમાં સ્પાઈન (કરોડરજ્જુ)ની જટિલ સમસ્યાથી પીડાતા દર્દીઓ માટે સારા સમાચાર છે. સ્પાઈનને લગતી બીમારી હોય તેવા દર્દીઓને તેને લગતી મુશ્કેલીઓનો સૌથી વધારે ભય હોય છે. સર્જરીઓને શક્ય એટલી સુરક્ષિત બનાવવા માટે હંમેશા અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરતી શેલ્બી હોસ્પિટલે અમદાવાદમાં એસજી શેલ્બી હોસ્પિટલ ખાતે અત્યાધુનિક “ડિજિટલ સ્પાઈન ઓઆર”ની શરૂઆત કરી છે. તેનું ડિજિટલ ઓપરેશન રૂમ અત્યાધુનિક અલ્ટ્રા-મોડર્ન ટેક્નોલોજી, જેમ કે હાઈ-પ્રિસિઝન ઝેઈસ પેન્ટેરો 900 માઇક્રોસ્કોપ, ઇન્ટ્રા-ઓપરેટિવ ન્યુરો મોનિટરિંગ અને સ્ટીલ્થ-સ્ટેશન ઇન્ટ્રા-ઓપરેટિવ નેવિગેશનથી સજ્જ છે. શેલ્બી હોસ્પિટલ ગુજરાતની એવી જૂજ હોસ્પિટલો પૈકી એક છે જે કોમ્પ્રિહેન્સિવ અને પ્રતિબદ્ધ ડિજિટલ સ્પાઈન ઓપરેશ રૂમ ધરાવે છે, જે અત્યાધુનિક ડિજિટલ ટેક્નોલોજીથી સજ્જ છે અને જેને એટલી જ અસરકારક ઇન-હાઉસ સર્જિકલ ટીમનો ટેકો છે.
સર્જિકલ નેવિગેશન ટેક્નોલોજીના કેટલાક મુખ્ય ફાયદા:
• સ્પાઇનની નાજુક એનાટોમીની વચ્ચે સચોટ નેવિગેશન કરી શકાય છે, સ્પાઈનના અત્યંત મહત્ત્વના માળખાને કાળજીપૂર્વક ટાળી શકાય.
• સર્જન વધારે મિનિમલી ઇનવેઝિવ પ્રોસિઝર કરવા સક્ષમ હોય છે.
• સર્જરી દરમિયાન તંદુરસ્ત શરીરરચના સચવાઈ રહે છે.
• સર્જરી દરમિયાન એક્સ-રે રેડિયેશનનું ઓછું પ્રમાણ
• સર્જરી ટૂંકા સમયગાળામાં પૂર્ણ થાય.
• સર્જરીને સચોટ અને પરિણામલક્ષી બનાવે છે જેમાં મહત્તમ સંભવિત સુરક્ષા રહે છે.
સર્જનની કુશળતા ઉપરાંત આ અત્યંત આધુનિક “ડિજિટલ સ્પાઈન ઓઆર” માં ચાર મુખ્ય ઘટકો છે.
અલ્ટ્રા હાઈ-એન્ડ સર્જિકલ માઇક્રોસ્કોપ અને એન્ડોસ્કોપી જે ચેતાતંતુઓની આસપાસ તેજસ્વી પ્રકાશ, અદભૂત મેગ્નિફિકેશન અને પ્રિસિઝન (ચોકસાઈ) પૂરું પાડે.
ઇન્ટ્રા-ઓપરેટિવ ન્યુરો-મોનિટરિંગઃ રિયલ ટાઈમ ઇન્ટ્રા-ઓપરેટિવ નર્વ ફંક્શન ફીડબેક ટેક્નોલોજીના કારણે સર્જરી દરમિયાન ચેતાતંતુ / સ્પાઈનલ કોર્ડને ઇજા થવાનો સૌથી મોટો ભય ઘટે છે/મોટા પ્રમાણમાં ઓછો થાય છે, જેથી સર્જનને ઓપરેશન કરતી વખતે સંભવિત ઇજા ટાળવામાં મદદ મળે છે.
ઇન્ટ્રા-ઓપરેટિવ નેવિગેશનઃ એક પરિવર્તનકારક ટેક્નોલોજી જેની મદદથી નિષ્ણાત સર્જન માનવ કરોડરજ્જુના સૌથી જટિલ વિસ્તારો સુધી પહોંચી શકે છે. જીપીએસની જેમ તેનું નેવિગેશન સર્જનને અત્યંત ચોકસાઈપૂર્વક દિશાનિર્દેશ કરે છે.