શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે હાલમાં નવરાત્રી પર્વ ચાલતો હોઇ દર્શન કરવા વિવિધ રાજકીય નેતાઓ આવી રહ્યા છે ત્યારે શનિવારે સવારે ત્રીજા નોરતા ના દિવસે ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ મા અંબા ના મંદિરે દર્શન કરવા આવ્યા હતા તેમની સાથે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી અને કોંગ્રેસના નેતા વિજય સિંહ બારડ પણ હાજર રહ્યા હતા અંબાજી મંદિર ના દર્શન કરીને હાર્દિક પટેલ મોટાસડા ખાતે પણ ગયા હતા જયા તેમને વિજયસિંહ બારડના ઘરની સૌજનય મુલાકાત લીધી હતી.
નવરાત્રિ પર્વ નિમિત્તે અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં માઇ ભકતો મા અંબાના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે શનિવારે સવારે ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ સવારે મંગળા આરતીમાં હાજર રહ્યા હતા અને મા અંબાના દર્શન કર્યા હતા. ભટ્ટજી મહારાજ દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા,માતાજીની ચૂંદડી હાર્દિક પટેલ દ્વારા માં અંબા ને અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી હતી. માં અંબા ના દર્શન કરીને કોરોનાનો નાશ થાય અને ગુજરાત નો વિકાસ થાય તેવી પ્રાથના તેમને કરી હતી. આ પ્રસંગે કૉંગ્રેસ ના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. ત્યારબાદ હાર્દિક પટેલ મોટાસડા ખાતે ગયા હતા જયાં તેમને વિજયસિંહ બારડના ઘર ની સૌજન્ય મુલાકાત લીધી હતી.
અંબાજી પ્રહલાદ પુજારી