શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે હાલમાં નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે ત્યારે અંબાજી મંદિર ખાતે વિવિધ રાજકીય નેતાઓ મા અંબાના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે મંગળવારે સવારે મંગળા આરતીમાં ગુજરાત સરકારના કૃષિ ઊર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશ પટેલ પોતાના પરિવાર સાથે મા અંબાના દર્શન કરવા આવ્યા હતા.
સોમવારે અંબાજી ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ મુકેશ પટેલ મંત્રી વહેલી સવારે અંબાજી મંદિર ખાતે આવ્યા હતા અંબાજી ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અંબાજી મંદિરના ગર્ભગૃહમાં જઇ ને મંગળા આરતીમાં ભાગ લીધો હતો તેમની સાથે જમાલપુર ખાડીયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પણ હાજર રહ્યા હતા અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા બાદ તેઓ અંબીકેશ્વર મહાદેવ અને ભૈરવજીનાં પણ દર્શન કર્યા હતા. અંબાજી મંદિર માં આવેલી ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લીધા હતા. મૂકેશ પટેલ મંત્રી એ જણાવ્યું કે દેશના નરેન્દ્ર ભાઈ ને માતાજી ખૂબ શક્તિ આપે અને આ દેશને કોરોના માથી જલ્દી બહાર કાઢે તે માટે અમે આજે પ્રાર્થના કરી હતી
અંબાજી પ્રહલાદ પુજારી