Latest

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય છે પરંતુ આ વખતે ૮ વર્ષ બાદ 6 માર્ચના રોજ યોજાઈ રહી છે. ત્યારે પોતાની દાવેદારી નોંધાવેલ ઉમેદવાર એડવોકેટ નરેન્દ્ર માધુ લોકચાહના મેળવી રહ્યા હોય તેવું તેમના સમર્થકો અને મિત્ર વર્તુળમાં જોવા મળી રહ્યું છે.

રાજ્યમાં બાર કાઉન્સિલની ચૂંટણી યોજવા જઈ રહી છે જેને લઈ ઉત્તર ગુજરાતની જન્મભૂમિ અને અમદાવાદ કર્મભૂમિ ધરાવતા એવા એડવોકેટ નરેન્દ્ર માધુએ પણ ઉમેદવારી નોંધાવી છે ત્યારે જીતને લઈ સમર્થકો અને મિત્ર વર્તુળમાં ઘણી લોકચાહના મેળવી રહ્યા છે તો તેમના સમર્થકો પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

દરેક બાર એસોસિએશનમાંથી ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આ વખતે એક નવો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે જેમાં જૂના ચહેરાઓને બદલે યુવા ઉમેદવારોને વધારે પસંદગી આપવામાં આવી છે. એવા જ યુવા અને ઉત્સાહી એડવોકેટ નરેન્દ્ર આર. માધુ પ્રથમ વખત ઉમેદવારી નોંધાવી રહેલા ટૂંકા સમયમાં જ ગુજરાત હાઇકોર્ટ અને સમગ્ર ગુજરાતમાં પોતાની આગવી ઓળખ બનાવી છે.

તેઓ છેલ્લા ઘણા વર્ષોથી વકીલ મિત્રો માટે નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે.

ડિસિપ્લિનરી કમિટીમાં રહી વકીલોના પ્રશ્નો અને મુશ્કેલીઓ માટે ઉભા રહેતા જોવા મળ્યા છે. ખાસ વાત કે તેમણે ક્યારેય પણ વકીલ મિત્રોની કેસમાં ફી લીધી નથી.
છેલ્લા ૨૪ વર્ષથી તેઓ ઈમાનદારી અને નિષ્ઠા સાથે વકીલાત કરી રહ્યા છે.

તેમનો એક જ સંકલ્પ છે —વકીલોના હકોની રક્ષા અને તેમના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ. આ ચૂંટણીમાં કુલ ૬૮ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ૫ મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે.

આગામી પરિણામો નક્કી કરશે કે વકીલ મિત્રો કોને પોતાના વિશ્વાસની દોરી સોંપે છે. પણ હાલ તો.તેમના વકીલ મિત્રોમાં નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસર હોય તેવો દાવો કરવામાં આવ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *