શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે હાલમાં આસો નવરાત્રિનું પર્વ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે ત્યારે આજે આઠમ ના દિવસે અંબાજી મંદિર ખાતે યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં દાંતા સ્ટેટના રાજવી પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંબાજી મંદિર ખાતે આજે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા.
અંબાજી મંદિર ખાતે આજે આઠમના હવન નું વિશેષ મહત્વ હોય છે આજે હવનની પૂર્ણાહૂતિ સમયે ભક્તો નારિયળ અને ઘી મંદિરમાં ચઢાવતા હોય છે ત્યારે આજે સવારે અંબાજી મંદિરની હવન શાળામાં અંબાજી મંદિરના વિદ્વાન બ્રાહ્મણોની હાજરીમાં સમગ્ર રાજવી પરિવાર સાથે હાજર રહ્યા હતા અને હવન માં જોડાયા હતા.
અંબાજી પ્રહલાદ પુજારી