શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે તાજેતરમાં નવરાત્રિ પર્વ પૂર્ણ થયેલ છે ત્યારે અંબાજી મંદિર ખાતે ગરબાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ હતો , પરંતુ અંબાજીના વિવિધ સોસાયટીઓમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજીની સિંધી કોલોની માં પણ પ્રથમ વખત ગરબાનું આયોજન કરવામાં આવ્યો હતું.
અંબાજી ખાતે સિંધી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે . અંબાજી ખાતે દિવાળીબા ભવન પાછળ સિંધી કોલોની આવેલી છે જેમાં 2021 માં પ્રથમ વખત આસો નવરાત્રી ના પાવન પર્વ પર રાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિંધી કોલોનીમાં રહેતા સિંધી સમાજના લોકોએ રાસ ગરબામાં ભાગ લીધો હતો અને આ સિવાય આસપાસ રહેતા લોકો પણ ગરબા રમવા આવ્યા હતા
અંબાજી પ્રહલાદ પુજારી