અમિત પટેલ અંબાજી
શક્તિપીઠ અંબાજી ગુજરાત નું સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ છે ચોક્કસપણે કહી શકાય કે અંબાજી ખાતે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકાસની કામગીરી હાથ ધરવામાં આવી છે છેલ્લા એક વર્ષમાં અંબાજી થી ખેરોજ, અંબાજી થી આંબા ઘાટા તરફના માર્ગો કરોડો રૂપિયાના ખર્ચે ફોરલેન બનાવવામાં આવેલ છે અને આ કારણે અંબાજી આવતા યાત્રાળુઓને સરળતાથી અંબાજી પહોંચી શકાય છે પરંતુ કેટલાક કોન્ટ્રાક્ટર દ્વારા સરકારની આંખોમાં ધૂળ નાખી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે આવો જ એક પર્દાફાસ અંબાજી થી છાપરી માર્ગ પર બનેલ રોડ પર જોવા મળેલ હતો જેમાં રોડની સાઈડ પર લગાવવામાં આવતી લોખંડ રેલિંગો નવીની જગ્યાએ જુની કાટ વાળી લગાવતા પત્રકારો સ્થળ ઉપર પહોંચીને કોન્ટ્રાક્ટરના કાળા ખેલનો પર્દાફાશ કર્યો હતો.
અંબાજી થી છાપરી માર્ગ પર થોડા મહિનાઓ અગાઉ સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવીન માર્ગ બનાવવામાં આવેલ છે અને આ કામની કામગીરી ભેમાળ ખાતે સર્વોદય કવોરી ધરાવતા રજાક ખાન સંભાળી રહ્યા છે, આ રજાક કોન્ટ્રાક્ટર ખૂબ માથાભારે છે , અને તેને જે પણ રોડની કામગીરી કરેલ છે તેમા મોટાભાગે ભ્રષ્ટાચાર કરેલ છે તેવું ભેમાળ ખાતે તેમના મિત્રો પાસેથી સાંભળવા મળેલ છે. રજાક રંગીન મિજાજનો હોવાથી તેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ પણ થયો હતો, વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે રજાક બંધ રૂમમાં વીડિયો કોલ કરે છે અને સામે એક મહિલા નિર્વસ્ત્ર થાય છે. દાંતા તાલુકામાં મોટાભાગના સરકારી કામો રજાક કોન્ટ્રાક્ટર સંભાળે છે અને મોટાભાગે ભ્રષ્ટાચાર કરે છે.
:- રેલીંગ જૂની આવતાં ભાંડો ફૂટ્યો :-
દાંતા પાસેથી ટ્રેક્ટર માં જૂની રેલીંગો ભરીને ટ્રેક્ટર અંબાજી આવતુ હતુ ત્યારે સૌ પ્રથમ અમીત પટેલ પત્રકારે ટ્રેકટર ના ડ્રાઈવર ને પૂછતા તે ગોળ ગોળ જવાબ આપતો હતો અને રેલિંગ બાબતે સાચો જવાબ આપી શક્યો હતો નહી.
:- કોન્ટ્રાકટર ની મીલીભગત મા કયા અઘિકારી સામેલ? :-
અત્યારે સૌથી વધુ ભ્રસ્ટાચાર અંબાજી થી છાપરી માર્ગ પર જોવા મળી રહ્યો છે અને જયારે આ માર્ગ બનાવવામાં આવ્યો હતો તેના થોડાજ દિવસમાં આ ડામર રોડ પર ગાબડાં પડી ગયા હતા અને કોન્ટ્રાકટર ની મીલીભગત બહાર આવી હતી અને હવે જૂની રેલીંગો લગાડવા જતા કોન્ટ્રાકટર બરોબર ના ફસાયા છે આ બાબતે રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
૧.જેમા કોન્ટ્રાક્ટર રેલીંગ ક્યાંથી લાવ્યો?
૨.કોને તેને આપી તેની પણ યોગ્ય તપાસ થવી જોઇએ.
૩.અવનવા કોન્ટ્રાક્ટર વિવાદમાં
શું કોન્ટ્રાક્ટર અધિકારીઓ મોટું સેટિંગ થઈ ગયું છે કે શું?
૪. અંબાજી માર્ગ અને મકાન વિભાગ એ કેમ આવી જૂની રેલિંગો રોકી નહીં?
૫. એસો ની કામગીરી સામે પણ સવાલ?