ભારત સરકારના ‘આઝાદી કા અમૃત મહોત્સવ ‘ કાર્યક્રમ તથા ગોવા સ્વતંત્રતાના 60 વર્ષની ઉપલબ્ધિ ના સંયુક્ત ઉપક્રમે મે નવેમ્બર માસ માં ત્રણ રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું ગોવા સરકારે આયોજન થઈ રહ્યું છે
ભારત ભરમાંથી ઉપસ્થિત તથા સરપંચો તથા સર્વે સરકારી અધિકારીશ્રીઓને બાર નવેમ્બરના રોજ ગોવા ખાતે શ્રી હિમાંશુ પટેલ (શ્રેષ્ઠ સરપંચ એવોર્ડ ભારત સરકાર) સંબોધિત કરશે આધુનિક ભારતના પાયાની સગવડો આરોગ્ય, સ્વચ્છતા, ખેતી,તથા સ્ત્રી ઉન્નતી તથા સામાજિક આર્થિક એકીકરણ ના સંદર્ભે સર્વ સ્વીકૃત મોડલ વિલેજ પુંસરી ની પેટન ઉપર સર્વે સરપંચશ્રીઓને પ્રગતિ પંથ ના સોપાન સર કરવાનું માર્ગદર્શન પૂરું પાડશે આ માટે ગોવા સરકારે અધિકૃત રીતે હિમાંશુ પટેલને પત્ર લખી હાજર રહેવા માટે જણાવ્યું છે
ઉલ્લેખનીય છે કે શ્રી હિમાંશુ પટેલ દ્વારા વિવિધ રાજ્યોમાં સરપંચ સંવાદ તથા ગ્રામીણ વિકાસ વિષય તથા 15 મા નાણાપંચ માં અને પરિસંવાદમાં નેતૃત્વ કરી રહ્યા છે