શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે તાજેતરમાં નવરાત્રીનો પર્વ પૂર્ણ થયો છે અને દિવાળી પર્વ શરૂ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતના પોલીસ જવાનો દ્રારા પોતાની પડતર માંગણીઓ માટે સરકાર સામે લડી લેવાનાં મૂડ મા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મંગળવારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને બુધવારે દાંતા એનએસયુઆઈ દ્રારા ગુજરાત પોલીસની માંગો અને પડતર પ્રશ્નો મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.
દાંતા એનએસયુઆઇ દ્વારા દાંતા મામલતદાર કચેરીમાં કાર્યકરો અને પ્રમુખ એકઠા થઇ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ગૂજરાત પોલીસનાં કર્મચારીઓના પડતર પ્રશ્નો અને માંગણીઓ પુરી કરવા સહિતના પ્રશ્નો તાત્કાલીક અસરથી ઉકેલ આવે તેવી માંગ કરાઈ હતી અને દાંતા અંબિકા ચોક ખાતે માતાજીનાં મંદિરે હવન પણ કરવામાં આવ્યો હતો. ભવાનીસિંહ રાજપુત ની આગેવાની મા કોન્ગ્રેસ અને યુથ કોંગ્રેસ ના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. આમ દાંતા તાલુકામાં આપ પાર્ટી બાદ કોંગ્રેસ પાર્ટી એ પોલીસને સપોર્ટ કરી સરકાર સુધી રજુઆત કરવા આવેદનપત્ર પાઠવ્યું હતું
અંબાજી પ્રહલાદ પૂજારી