સક્રિય રાજકારણ છોડ્યા બાદ પછી પણ લોકસેવા થકી લોકનેતાનું સ્થાન લોકોના દિલોમાં અંકિત કરનારા કુવાડિયાને પત્રકાર સંગઠને જિલ્લાની જવાબદારી સોંપી : કુવાડિયા ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ખૂબ જાણકાર છે : નિયુક્તિ બાદ શુભેચ્છાઓનો ધોધ
સિહોર શંખનાદ સંસ્થાના વડા અને લોકનેતા મિલન કુવાડિયાને પત્રકાર એકતા સંગઠને જિલ્લાની જવાબદારી સોંપી છે કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્તિ થતા શુભેચ્છાઓનો ધોધ વહ્યો છે સિહોર કે ભાવનગર જ નહીં ગુજરાતના રાજકારણમાં મિલન કુવાડિયાનું નામ આપવાની કે એમના વિશે કેવાનું બહુ જરૂર રહેતી નથી જાહેર જીવન રાજકારણ છોડી દીધા બાદ પણ લોકસેવાને પ્રજ્વલિત રાખનારા મિલન કુવાડિયા હજારો નહિ લાખ્ખો લોકોના દિલોમાં રાજ કરે છે કોરોના સમયમાં રાત દિવસ લોકોની મદદ કરનારા મિલન કુવાડિયા પ્રજાના માણસ છે લોકોની હરહમેંશ માટે તત્પર હોઈ છે મિલન કુવાડિયા શિશુકાળથી જાહેર જીવન સાથે જોડાયેલા વ્યક્તિ છે ગુજરાત અને દેશના ટોચના નેતાઓ સાથે તેઓને વ્યક્તિગત ઘરોબો રહ્યો છે જોકે તેઓએ છેલ્લા ઘણા સમયથી જાહેર જીવનને અલવિદા કહ્યા પછી પણ તેમણે લોકોની સેવાનું કામ અવિરત શરૂ રાખ્યું છે કોરોના સમયમાં તેમણે રાત દિવસ કાઉન્સિલર ડોકટર બનીને લોકોને હૂંફ અને હિંમતના ઈન્જેક્શનો આપીને જરૂરિયાત લોકોને અવિરત મદદ કરી છે મિલન કુવાડિયા ઇન્ફોર્મેશન ટેકનોલોજીના પણ ખૂબ જાણકાર છે તેમણે એ શેત્રમાં વર્ષો સુધી કાર્ય કર્યું છે ત્યારે ભાવનગર જિલ્લા પત્રકાર એકતા સંગઠનને વધુ સક્રિય બનાવવા જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ તરીકે મિલન કુવાડિયાની નિયુક્તિ થતા શુભેચ્છાઓનો ધોધ વહ્યો છે આ વરણીને ગુજરાત પત્રકાર એકતા સંગઠને આવકારી અભિનંદન પાઠવ્યા છે રાજકારણથી દુર
રહ્યા બાદ પણ લોકસેવા થકી લોકનેતાનું બિરુદ પ્રાપ્ત કરનારા મિલન કુવાડિયાના શિરે વધુ એક જવાબદારી સોંપાઈ છે ત્યારે આવતા દિવસોમા પદગ્રહણ કરીને પોતાને સોંપવામાં આવેલ જવાબદારી નિભાવશે
સ્પેશિયલ રિપોર્ટ સલીમ બરફવાળા