શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે હાલમાં કોરોના કહેર ઓછો થતા લોકો દેવ દર્શન કરવા આવી રહ્યા છે અને માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે અંબાજી ખાતે 17/10/2021 ના રોજ ભાટવાસ વિસ્તારમા વસવાટ કરતા અને વણઝારા સમાજના મોભી ભોમાજી પુનમાજી ચૌહાણ નું અવસાન થતાં અંબાજીના લોકોમાં ભારે દુઃખ ની લાગણી જૉવા મળી હતી, ભોમાજી અંબાજી ને જન્મભુમિ અને કર્મભૂમિ બનાવી હતીને વણઝારા સમાજ માં પોતાનું અને પોતાનાં પરિવારનું નામ રોશન કર્યું હતું.
78 વર્ષની ઉંમરે તેમનું અવસાન થતાં પરિવારે અને સમાજે મોભી ગુમાવ્યા હતા ત્યારે ભોમાજી ચૌહાણ ના પુત્રો અને પરીવાર દ્વારા બારમા નો પ્રસંગ પુર્ણ કરી શુક્રવારે સવારે હનુમાનજી મંદિર થી ઢોલ નગારા સાથે ગંગા માતાજીની શોભાયાત્રા નિકાળવામાં આવી હતી અને ગંગાજલીયા થી પરત ઘરે આવી હતી મોટી સંખ્યામા બાળાઓ અને મહિલાઓ સહીત પરીવાર સમાજ જોડાયો હતો અને મોટી સંખ્યામાં ગંગા પ્રસાદીનું ભોજન પ્રસાદ કાર્યક્ર્મ પુર્ણ થયો હતો.
અંબાજી પ્રહલાદ પૂજારી