રિપોર્ટર..આનંદ ગુરવ (સુરત)
સુરત મહાનગરપાલિકા શહેરી વિસ્તાર માં બે નગરપાલિકા અને 27 ગામ પંચાયતનો સમાવેશ કરવામાં આવેલ છે તે પૈકી નવા પૂર્વ ઝોન (બી) સરથાણા ના છે નવા પૂર્વ ઝોન (બી) સરથાણા નવા વિસ્તાર પૈકી કડોદરા, વાલક, વેલંજા. અબ્રામાં,ભાદા, ખડસદ, લસકાણા, ચણીયા-હેમાદ, પાસોદરા નજીકના વિસ્તારોમાં કઠોર ગ્રામ પંચાયત તથા સારોલી ગ્રામ પંચાયત ભવનમાં સરળતાથી સુરત મહાનગરપાલિકાની સેવાઓનો લાભ મળી રહે તે માટે આજરોજ માન. મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલાના વરદ હસ્તે કઠોર તેમજ ધારોલી માં નાગરિક સુવિધા કેન્દ્ર નો શુભારંભ કરવામાં આવેલ છે આ પ્રસંગે માન ડે. મેયરશ્રી દિનેશભાઈ જોધાણી, માન.દંડક શાસક પક્ષ. નેતાશ્રી વિનોદભાઈ પટેલ, માન. વિવિધ સમિતીના અધ્યક્ષ શ્રીઓ, માન. મ્યુનિસિપલ સદસ્યશ્રીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.