અમિત પટેલ.અંબાજી
બનાસકાંઠા જિલ્લામાં વિવિધ તાલુકાઓ આવેલા છે જેમાં દાંતા તાલુકો સૌથી પછાત તાલુકો ગણાય છે આ તાલુકાનાં મોટા ભાગનાં ગામો આદિવાસી સમાજની બહુમતી ધરાવતા હોય છે અને આ વિસ્તારમા મોટાભાગના કામો કાગળ ઉપર ચાલતાં હૉય છે જેનું બિલ પણ લાખો કરોડો રૂપિયાનું હૉય છે. દાંતા તાલુકા પંચાયત, માર્ગ અને મકાન વિભાગ અને અન્ય સરકારી કામો ભેમાળનો ભ્રષ્ટાચારી રજાક કરી રહ્યો છે અને આવાં કામો એકદમ હલકી ગુણવત્તાના હોવાની ફરીયાદો ઉઠી છે.
અંબાજીના માર્ગ અને મકાન વિભાગના અડ સાહેબ આ બાબતે કંઈ પણ બોલવા તૈયાર નથી.શું સાહેબ નુ મોટુ સેટિંગ લાગી રહ્યું છે દાંતા તાલુકામાં ચાલતીચર્ચા મુજબ આ બાબતે કયા કયા અધિકારીઓની સંડોવણી છે તે તપાસ કરવામાં આવે તો આખું મોટુ કૌંભાંડ બહાર આવે તેમ છે.અંબાજી થી છાપરી માર્ગ પર થયેલા કામોની વિજીલન્સ તપાસની માંગ ઉઠવા પામી છે.
સાથે સાથે અંબાજી માં બનેલ જુના નાકાથી ગબ્બર સર્કલનો રોડ લાખો રૂપિયાના ખર્ચે બનેલોછે તો પણ હજુ સુધી સ્ટ્રીટ લાઈટો કેમ ચાલુ કરવામાં આવી નથી.રજાક નામનો ભ્રષ્ટાચારી અવાર નવાર તેના કામોમા મોટી વેઠ વાળે છે તો પણ આ કોન્ટ્રાક્ટ ને કેમ દરવખતે કામ આપવામાં આવે છે.શું જવાબદાર અધિકારીઓની સામે પગલાં ભરાશે કે કેમ?
@@ જૂની રેલિંગો ક્યાંથી આવી તેની તપાસ કરવામાં આવે @@
અંબાજીથી છાપરી માર્ગ પર બનેલા રોડ ની બંને બાજુ થોડા દિવસ અગાઉ જુનીરેલીંગ લગાવવામાં આવી હતી પણ મીડિયા આવી જતા આ રેલીંગ હટાવવામાં આવી હતી પણ હજુ સુધી નવીન રોડ ની સાઇડ પર આ જૂની રેલીંગ ક્યાંથી આવી તે તપાસ કરવામાં આવે તો મોટુ કૌભાંડ બહાર આવી શકે તેમ છે. જૂની અંગલો કોન્ટ્રાક્ટર પાસે આટલી બધી ક્યાથી આવી તે હુજ રહસ્ય અંકબધ રહ્યુ છે
તે રેલીંગ કોણે આપી ને ક્યા અધિકારીએ મોટુ કોભાંડ કરવામાં હાથ છે તેની તપાસ કરવાની માંગ ઉઠી છે.
@@ માર્ગ અને મકાન વિભાગના અડની બદલી કેમ થતી નથી @@
અંબાજી માર્ગ અને મકાન વિભાગ માં નાયબ કાર્યપાલક ઇજનેર અડ ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી અડીંગો જમાવીને બેઠો છે પણ હજુ સુધી તેની બદલી થતી નથી અને આ અધિકારી આવ્યા બાદ થયેલા તમામ કામોની તપાસ કરવામાં આવે તો ખૂબ મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે આઅધિકારી પોતાના દીકરાના લગ્નમાં શાહી ખર્ચ કરેલ તેની પણ તપાસ કરવામાં આવે તો આ અધિકારી સસ્પેન્ડ થાય તેવી ચર્ચા પણ ઉઠી છે. અંબાજી માર્ગ અને મકાન વિભાગમા ચાલતી ચર્ચા મુજબ આ અડ પાસે આવક કરતા વઘુ આવક ધરાવે છે અને પરચૂરણ કામો મા ખૂબ ખોટા ખોટા બિલો મુકેલ છે