Breaking NewsCrime

પાલીતાણા ટાઉન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી-૦૨નાં મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી વણશોધાયેલ ચોરીનાં ગુન્હાઓ શોધી કાઢતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

💫 પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી, જયપાલસિંહ રાઠૌડ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.શ્રી એન.જી. જાડેજા અને એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરીના ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.

💫 ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફનાં માણસો પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્‍તારમાં ઘરફોડ ચોરીનાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે શકદારોની તપાસમાં હતાં. તે દરમ્યાન પાલીતાણા,એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે પહોચતા બાતમીરાહે હકિકત મળેલ કે,તળાજા રોડ,ભીલવાસમાં આવેલ મઢી પાસે બે ઇસમો એક કાળા હિરો કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં.GJ04 DH 6085 લઇને નિકળવાના છે.તેની પાસે ખિસ્સામાં ચોરાવ સોના-ચાંદીના દાગીના તથા પાછળ બેસેલ ઇસમ L.E.D. T.V. તથા લેપટોપ લઇને બેઠો છે. આ તમામ મુદ્દામાલ ચોરાવ વેચવા જવાના છે. તેવી હકિકત આધારે વોચમાં રહેતાં ઉપરોકત વર્ણનવાળા મોટર સાયકલ સાથે (૧) સદામભાઇ કાળુભાઇ શમા ઉ.વ.૨૫ ઘંઘો-હિરા ઘસવાનો રહે. દરબારગઢ પાછળ, તરાજીયો ખાંચો,પાલીતાણા જી.ભાવનગર (૨) અક્ષયભાઇ ચીથરભાઇ ચણીયાળા જાતે-જોગી ઉવ-૨૩ ઘંઘો-મજુરી રહે. માર્કેટીંગ યાર્ડની સામે,પાલીતાણા જી.ભાવનગરવાળા મળી આવેલ.

💫 આ સદામભાઇ કાળુભાઇ શમાની અંગજડતી કરતાં પેન્ટનાં ખિસ્સામાંથી…….

(૧) સોનાની નાની મોટી બુટી સર જોડ-૨ વજન ૧૫ ગ્રામ ૬૩૦ મીલી કિ.રૂ.૫૭,૦૦૦/-
(ર) સોનાનો ચેઇન-૧ વજન ૮ ગ્રામ જેની.કિ.રૂ.૩૦,૦૦૦/-
(૩) સોનાની વીટી નંગ-૧ વજન-૨ ગ્રામ ૬૦૦ મીલી કિ.રૂ.૯,૦૦૦/-
(૪) સોનાનું મંગળસુત્ર-૧ તથા સોનાના પોલા પારા નંગ-૧૪ વજન-૪ ગ્રામ ૧૦૦ મીલી કિ.રૂ.૧૫,૦૦૦/-
(૫) સોનાની ચુડીની ચીપ(પટ્ટી) જોડ-૨ વજન-૭ ગ્રામ ૯૬૦ મીલી કિ.રૂ.૩૦,૦૦૦/-
(૬) સોનાની ટીપકી દાણા નંગ-૪ ૦.૫૭૦ મીલી કિ.રૂ.૨,૦૦૦/-
(૭) ચાંદીની નાની મોટી વીટી નંગ-૩ વજન-૧૩ ગ્રામ ૬૦૦ મીલી કિ.રૂ.૬૫૦/-
(૮) ચાંદીની કડી જોડ-૨ વજન-૬ ગ્રામ કિ.રૂ.૩૦૦/-
(૯) ચાંદીના નાના-મોટા છડા જોડ-૩ વજન-૧૫૨ ગ્રામ કિ.રૂ.૭,૬૦૦/-
(૧૦) ચાંદીનો કડ જુડો -૧ વજન-૨૧ ગ્રામ કિ.રૂ.૧,૦૫૦/-

💫 આ અક્ષયભાઇ ચીથરભાઇ ચણીયાળા પાસેથી…..

(૧) સેમસંગ કંપનીનુ ૩૨ ઇંચનુ L.E.D. T.V. કિ.રૂ.૧૨,૦૦૦/
(૨) લેનોવા કંપીનીનુ લેપટોપ-૧ કિ.રૂ.૧૫,૦૦૦/-
(૩) રોકડ રૂ.૧૦,૦૦૦/-

💫 આ બન્ને ઇસમો પાસેથી સોના-ચાંદીના દાગીનાઓ તથા ટી.વી.અને લેપટોપના બાબતે આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હિવાનું જણાવતો હોય અને ફર્યું-ફર્યું બોલતાં હોવાથી તેઓએ તમામ મુદ્દામાલ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવતાં સોની પાસે ખરાઇ કરાવેલ સોના-ચાંદીના દાગીના કિ.રૂ.૧,૫૨,૬૦૦/-, L.E.D. T.V.-૧ કિ.રૂ.૧૨,0૦૦/-,લેપટોપ કિ.રૂ.૧૫,૦૦૦/-હિરો કંપનીનુ સ્પ્લેન્ડર રજી.નં.GJ-04-DH 6085 કિ.રૂ.૨૦,૦૦૦/- તથા રોકડ રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૦૯,૬૦૦/ નો મુદામાલ શક પડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરી બંને ઇસમોને હસ્તગત કરવામાં આવેલ.

💫 મજકુર બંને ઇસમોની પુછપરછ દરમ્યાન તેણે ઉપરોકત L.E.D. T.V. તથા લેપટોપ આજથી આઠેક દિવસ પહેલા મોટર સાયકલ લઇને પાલીતાણામા આંબેડકર સોસાયટીમાં એક બંધ મકાનમા રાત્રીના સમયે ચોરી કરેલ હોવાનું અને આજથી આશરે સાતેક દિવસ પહેલા પાલીતાણા તળાવ વિસ્તારમા એક બંધ મકાનમા રાત્રીના સમયે સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલાની કબુલાત આપેલ જે અંગે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ગુન્હાઓ દાખલ થયેલ હોવાનું જણાય આવેલ.

💫 આમ, ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને અલગ-અલગ બે ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

💫 આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ,ભાવનગરનાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરાનાંઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જયદાનભાઇ લાંગાવદરા,હરેશભાઇ ઉલ્વા,બાવકુદાન કુંચાલા પો.કોન્સ. શકિતસિંહ સરવૈયા,બીજલભાઇ કરમટીયા તથા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનનાં વિજયસિંહ ગોહિલ, મયુરસિંહ ગોહિલ તથા મુકેશભાઇ મોભ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બહારથી દર્શનના બહાને અંબાજી આવીને જુગાર રમવો ફેશન, અંબાજી પોલીસ ત્રાટકી, ભવાની ની હોટલમાં જુગાર રમાતો હતો

યાત્રીકોના નામે પોતાના ગામથી અન્ય ગામમાં દર્શનના બહાને રૂમ બુક કરાવીને રૂમમાં…

1 of 371

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *