શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. તાજેતરમાં દેવદિવાળી પર્વ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયેલ છે અને ભક્તોનો પ્રવાહ હાલમાં પણ અંબાજી ખાતે આવી રહ્યા છે. 27 નવેમ્બર ના રોજ ભૈરવ જયંતી નિમિત્તે ગબ્બર ખાતે આવેલા પ્રાચીન અને પૌરાણિક ગબ્બર કાલભૈરવ મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ આ પ્રસંગે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
અંબાજી થી ત્રણ કિલોમીટર દૂર ગબ્બર તળેટી ખાતે નિરંજની અખાડા નું પ્રાચીન અને પૌરાણિક ગબ્બર કાળભૈરવ મંદિર આવેલું છે ગબ્બર ખાતે આવેલા ભૈરવ મંદિરના દર્શન કર્યા બાદ જ માતાજીના દર્શન પુર્ણ થાય છે તેવી માન્યતા છે. 5 બ્રાહ્મણના હસ્તે યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રોકત વીધી વિધાનથી હવનમાં આહુતિ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ ભૈરવ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ભૈરવ જયંતિ નિમિત્તે ભૈરવ દાદા ને પ્રસાદનો ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો.
:- અંબાજી ખાતે વિવિધ ભૈરવ મંદિર આવેલા છે :-
શક્તિપીઠ અંબાજી ખાતે માનસરોવરમાં ભૈરવ મંદિર આવેલું છે આ મંદિરમાં રંગબેરંગી ફૂલોથી મંદિરને શણગારવામાં આવ્યું હતું અને ભૈરવ દાદા ને પ્રસાદ નો ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો.
અંબાજી મંદિરના 9 નંબર ગેટ પાસે પણ ભૈરવજીનું મંદિર આવેલું છે. વહેલી સવારથી ભકતો ભૈરવ દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા. ભક્તો દ્વારા ભૈરવ દાદાને પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો.અંબાજી મંદિર ના સાત નંબર ગેટ અંદર પણ ભૈરવ દાદા નું મંદિર આવેલું છે
અંબાજી પ્રહલાદ પૂજારી