શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. અંબાજી ખાતે અભિનેતાઓ અને નેતાઓ માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે આજે બપોરે અંબાજી મંદિર ખાતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાર કલાકાર અંબાજી મંદિરના દર્શન કરવા આવ્યા હતા.
આજે બપોરે અંબાજી મંદિર ખાતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ના ચાર કલાકાર જય જલિયાણ સંસ્થાના હિતેશ ભાઈ ઠક્કર સાથે માતાજીના દર્શન કરવા આવ્યા હતા. જેમાં અબ્દુલચાચા, સુંદર , બાગો અને ઐયર હતા. મંદિરના દર્શન કર્યા હતા ત્યારબાદ તેઓ મુંબઇ જવા રવાના થયા હતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હાલમાં સારામાં સારી સીરીયલ ચાલી રહી છે.
અંબાજી પ્રહલાદ પૂજારી