Latest

અંબાજી – સરકારી ઈમારત તૂટતા મીડિયા ને કવરેજ માટે બોલાવતા સરકારી અમલદાર ગરીબો ના ઘર તૂટતા સમયે ક્યાં ખોવાઈ જાય છે?????

ગરીબો ના ઘર તોડતી વખતે મીડિયા ને પ્રવેશ બંધી ! ને સરકારી બંગલો તોડતા મીડિયા ને આમંત્રણ?? આવો ભેદભાવ કેમ???

સરકાર ની બેવડી નીતિ વચ્ચે પીસાતી, તૂટતી,લાચાર બનતી આમ જનતા……!!!

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે કોરિડોર ની કામગીરી શરૂ કરવામાં આવી છે .જેમાં મંદિર સામે ના જાહેર શૌચાલય અને સ્નાન ઘર ને તોડી પડાયું છે અને બીજી તરફ મંદિર ના મુખ્ય પ્રવેશ દ્વાર ” શક્તિ દ્વાર”  તરફ ના મુખ્ય રસ્તા ને તોડવાની કામગીરી ચાલી રહી છે તેમજ ગત રોજ મંદિર થી ગબ્બર સુધી બનનારા રસ્તા – બ્રિજ માટે વચ્ચે આવતા  વહીવટદારશ્રી ના બંગલા ને પણ તોડવાની કામગીરી શરૂ કરાઈ છે .ત્યારે આ બધા વચ્ચે એક મહત્વ ની બાબત ઉભરાઈ ને સામે આવી રહી છે જે છે મીડિયા ને કવરેજ માટે બોલાવવાની વાત.

જ્યારે મંદિર કોરિડોર ની કામગીરી ના પ્રથમ ફેઝ માટે ગબ્બર રબારી વાસ તરફ વસ્તા લોકો ના ઘર રાતોરાત પોલીસ કાફલા ના તગડા બંદોબસ્ત વચ્ચે ભર શિયાળે તોડી પાડવામાં આવી રહ્યા હતા ત્યારે કવરેજ કરવા આવતા મીડિયા વર્ગ ના તમામ પત્રકારો માટે ચુસ્તપણે બંધી જાહેર કરાઈ હતી જેના લીધે કોઈ પત્રકાર ને જવા પણ નહોતા દેવાયા ત્યારે હવે સરકારી ઈમારત ના ડેમોલેશન ની કામગીરી હાથ ધરાઈ ત્યારે મીડિયા ને સ્પેશિયલ કવરેજ કરવા માટે આમંત્રણ શા માટે? શું સરકાર એમ જતાવવા માંગે છે કે અમે ફક્ત ગરીબો ના જ નહીં પરંતુ અમારા પોતાના ઇમારતો ને પણ તોડી રહ્યા છીએ?? જ્યારે બેઘર બનતા ગરીબ લોકો ને હાડ થીજવતી ઠંડી માં માથે છાપરું નહોતું ત્યારે આ અધિકારીઓ ,પોલીસ તંત્ર ની મદદ થી જોર જબરાઈ થી રડતા કકળતા લોકો ને રસ્તે રઝળતા કરી રહ્યા હતા ત્યારે કેમ મીડિયા ને આમંત્રણ ના અપાયું કે અમે લોકો ને કાળી અંધારી રાતે રસ્તા પર લાવવા કટિબદ્ધ છીએ??? જ્યારે બંધ પડેલા એવા બંગલા  કે જ્યાં અધિકારી માંડ મહિના માં કદાચ અમુક જ દિવસ રોકાણ / નિવાસ કરતા હશે તેને તોડવાની કામગીરી જાણે મહત્વ ની હોય તેમ જાહેર કરી લોકો ની આંખો માં ધૂળ નાખવાના પ્રયત્ન રૂપે જાહેરાત કરી મીડિયા ને કવરેજ માટે બોલાવતા શું સાબિત કરવા માગે છે ? ગ

બ્બર ખાતે જે દુકાનદારો / વેપારીઓ ની હાઇ – કોર્ટ બાદ , સુપ્રીમ કોર્ટ માં રિટ અરજી દાખલ કરવામાં હતી ત્યારે વેપારીઓ કંઇ કાર્યવાહી કરી શકે તે પહેલા જ પરોઢિયે ૫:૦૦ વાગ્યા ના સમયે કેમ લોકો અને મીડિયા થી છુપાવી ને ડેમોલેશન કામગીરી હાથ ધરાઈ હતી? તે વખતે પણ જ્યારે કોઈ મીડિયા કર્મી પોતાના જોખમે કવરેજ માટે જઈ રહ્યા હતા ત્યારે પણ પોલીસ ને ધાક વચ્ચે જવા દેવામાં નહોતા આવ્યા તો પછી હવે આ મીડિયા મિત્રો ને આમંત્રણ કેમ?

સરકાર ની આવી બેવડી નીતિ આમ લોકો માટે શા માટે?? વહીવટદાર શ્રી નો બંગલો તૂટે તો મીડિયા કવરેજ અને આમ જનતા ને રસ્તે રઝળતા કરવા હોય તો કોઈ મીડિયા ને પ્રવેશ નહીં? લોકો ની વેદના ને વાંચા આપતા મીડિયા કર્મીઓ ને જવા નહીં દેવાના અને સરકારી બંગલો તોડવાની કામગીરી જાણે કોઈ મહાન કામ હોય તેમ દર્શાવવા માં આવી રહ્યું છે . અને અંબાજી મંદિર માં અમુક ચમચા પોતાના મન માં એવું સમજી ને બેઠા છે કે સીએમ તો અમે છીએ ને ભેદભાવ સાથે કામગીરી કરતા હોય તેવું લાગી રહ્યું છે ભૂતકાળ ના ઇતિહાસ તો ખરાબ ધરાવતા છે

વૈકલ્પિક વ્યવસ્થા વગર જ જાહેર શૌચાલય તોડી પાડતું અંબાજી મંદિર નું તંત્ર…..

શું અંબાજી મંદિર ને ફક્ત ને વેપાર માં રસ કે યાત્રિકો ની સુવિધા માં કોઈ રસ નથી કે શું???

અંબાજી મંદિર ના મુખ્ય પ્રવેશ દ્વાર ” શક્તિ દ્વાર ” ની સામે આવેલ જાહેર શૌચાલય અને સ્નાન ઘર ને પહેલા શૌચાલય સંચાલક નું ટેન્ડર સમય પૂરો થતો હોવાથી બંધ કરી દેવાયું હતું ત્યાર બાદ ગત બે દિવસ પહેલા કોરિડોર ની કામગીરી શરૂ કરવાના ભાગ રૂપ તોડી પડાયું હતું.

અંબાજી ખાતે આવતા યાત્રિકો – દર્શનાર્થીઓ ઉપરાંત આસપાસ ના સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ માટે પણ શૌચાલય ઉપયોગી હતું જેને તોડી પાડતા આસપાસ માં અન્ય કોઈ શૌચાલય નહીં હોવાના લીધે  દર્શને આવતા યાત્રિકો ને કુદરતી પ્રક્રિયા માટે નું સ્થાન શોધવા ના ફાંફાં પડી રહ્યા  છે.

જીવન જરૂરિયાત ની કુદરતી પ્રક્રિયા માટે ની વૈકલ્પિક વ્યવસ્થા આ કાર્યરત શૌચાલય ની અવેજી માં હોવી જોઈએ જે બાબતે મંદિર ટ્રસ્ટ દ્વારા ધ્યાને નહીં લઈ અન્ય કોઈ વ્યવસ્થા ઉભી કર્યા વિનાજ આ શૌચાલય ને તોડી પાડતા આવનારા યાત્રિકો ને હેરાન થવું પડી રહ્યું છે એમાં પણ વૃદ્ધ , અને નાના બાળકો અને સ્ત્રીઓ ને આ બાબતે વધારે તકલીફ વેઠવી પડી રહી છે જે બાબતે મંદિર ટ્રસ્ટ ના અધિકારીઓ દ્વારા પહેલા ધ્યાને નહીં લેતા ઊભી થતી તકલીફ અંગે  આ લખાય છે ત્યાર બાદ ધ્યાને લઈ યાત્રિકો માટે કંઈક વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાય તે જરૂરી બન્યું છે.

રિપોર્ટર…. અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 628

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *