શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે.અંબાજી ખાતે ઑક્સિજન જનરેશન પ્લાન્ટ નો આજરોજ અંબાજી આધ્યશક્તિ હોસ્પીટલ ખાતે શુક્રવારે સવારે 11 વાગે લોકાર્પણ કરી ખુલ્લો મુકાયો હતો. રોટરી ક્લબ અંબાજી ડિસટ્રીક્ટ 3054 તથા રોટરી કલબ ફોર્ટવાયને ડિસટ્રીક્ટ 6540(યુએસએ) તથા રોટરી ફાઉન્ડેશન ઓફ રોટરી ઈન્ટરનેશનલ ના સહયોગ થી ઑક્સિજન જનરેશન પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આજના કાર્યક્ર્મમા વિવિઘ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સવારે 11 કલાકે અંબાજી આધ્યશક્તિ હોસ્પીટલ ખાતે ઑક્સિજન પ્લાન્ટ ખુલ્લો મુકાયો હતો જેમાં અંબાજી મંદિરના વહીવટદાર એસ જે ચાવડા, રોટરી કલબના લલિતભાઈ શર્મા, જોઈતાભાઈ પટેલ , હોસ્પીટલ ના હેડ ડો. શોભા ખંડેલવાલ અને ડોક્ટર સ્ટાફ, રોટરી ક્લબ અંબાજીના પ્રમુખ અને પરીવાર હાજર રહ્યા હતા. અંબાજી ખાતે કોરોનાની ત્રીજી લહેર ને લઈને આદ્યશક્તિ હોસ્પીટલ ખાતે અંદાજે 40 લાખ ના ખર્ચે પ્લાન્ટ ખુલ્લો મુકાયો હતો . આ પ્લાંટથી ઍક કલાક મા 250 કિલો ઑક્સિજન પૂરો પાડવામાં આવશે. હોસ્પીટલ ખાતે 200 બેડ અને પાઇપ લાઇન પણ ફીટ કરવામાં આવી છે
અંબાજી પ્રહલાદ પૂજારી