Breaking NewsLatest

નેશનલ કોન્ક્લેવ ઓન નેચરલ ફાર્મિગ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે વર્ચ્યુઅલ માર્ગદર્શન મેળવતા જામનગર જિલ્લાના ખેડૂતો

જામનગર: આણંદના સરદાર પટેલ ઓડિટોરિયમ ખાતે પ્રિ- વાયબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૧ અંતર્ગત યોજાયેલા નેશનલ કોન્ક્લેવ ઓન નેચરલ ફાર્મિગ વિષયક કાર્યશાળામાં દેશભરના ૮ કરોડ જેટલા કૃષકો જોડાયા હતા. જામનગર જિલ્લામાં શહેર સ્થિત ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઇ ચનીયારાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગર જિલ્લાના ખેડૂતોએ ઓનલાઈન પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન મેળવ્યું હતું.

આ કાર્યશાળામાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ વર્ચ્યુલી સંબોધન કરતા જણાવ્યું કે, બેક ટુ બેસિક તરફ વળવાનો સમય આવી ગયો છે. આઝદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થાય ત્યારે એટલે કે, આગામી ૨૫ વર્ષમાં ખેતી આવશ્યકતા મુજબના પરિવર્તન કરવા પડશે. રાસાણિક ખાતર અને જતુંનાશક દવાથી હરિત ક્રાંતિમાં ફાયદો થયો, પણ હવે તેના વિકલ્પ શોધવા પડશે. રાસાણિક દવાઓ અને ખાતરના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટવાની સાથે ભૂગર્ભ જળના પ્રશ્નો થયા છે. જે સમગ્ર દુનિયા સામે એક પડકાર બનીને ઉભર્યો છે.

ખેતીને કેમિકલ લેબમાંથી બહાર લાવી, પ્રકૃતિની પ્રયોગશાળા સાથે જોડવી પડશે તેનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી શ્રી મોદીએ ઉમેર્યું કે, પ્રાકૃતિક પદ્ધતિથી થતી ખેતી પણ વૈજ્ઞાનિક ઢબે થતી જ ખેતી છે. તેમજ પ્રાકૃતિક ખેતી ખર્ચરહિત હોવાથી દેશના નાના ખેડૂતો કે, જેમની પાસે ૨ હેક્ટરથી ઓછી જમીન છે તેવા ખેડૂતોને ખૂબ ફાયદો થશે. ગુજરાતમાં હજારો ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેના પરિણામો પણ ઉત્સાહવર્ધક રહ્યા છે. સાથે જ પ્રધાનમંત્રીશ્રીએ આગામી સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

પરાળી સળગાવવાથી જમીનને થતા નુકસાનનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ જણાવ્યું કે, જેમ માટીને તપાવવાથી ઈંટનું સ્વરૂપ ધારણ કરે છે તેમ ખેતીની જમીન પરના પાકના અવશેષોને આગ લગાવવાથી ધરતી ગરમ થવાથી તેની ઉપજાવ ક્ષમતા ગુમાવી બેસી છે તેમ પ્રધાનમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે હિમાચલ પ્રદેશ ખાતેના તથા ગુજરાત ખાતેના પ્રાકૃતિક કૃષિના સફળ પ્રયોગો વિશે ખેડુતોને સરળ શૈલીમાં માર્ગદર્શન આપી, અળશિયા, જિવામૃત અને અન્ય પ્રાકૃતિક કૃષિ માટેના આયામોથી વધુમાં વધુ ખેડુતો પ્રાકૃતિક કૃષિની દિશામાં જોડાય તે માટે પ્રેરિત કર્યાં હતા.

આ તકે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અને કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે પ્રાસંગિક સંબોધન કર્યું હતું.

કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, મુખ્ય સચિવશ્રી તથા કૃષિ સચિવ તેમજ અન્ય મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ વર્ચ્યુઅલ અને ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી શ્રી રમેશભાઈ મુંગરા, ચેરમેનશ્રી કારોબારી સમિતિ જિ.પં જામનગર શ્રી ભરતભાઈ બોરસદિયા, ચેરમેનશ્રી કૃષિ, સહકાર અને સિંચાઈ સમિતિ જિ.પં. જામનગર, શ્રી વિનોદભાઈ વાડોદરિયા, ચેરમેનશ્રી બાંધકામ સમિતિ જિ.પં. જામનગર, શ્રી કે.બી. ગાગિયા, ચેરમેનશ્રી શિક્ષણ સમિતિ જિ.પં. જામનગર શ્રી લગધીરસિંહ જાડેજા, જિલ્લા સમાહર્તા ડો. સૌરભ પારધી, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાયજાદા, પ્રાંત અધિકારીશ્રી આસ્થાબેન ડાંગર, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી બી.એમ.આગઠ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પાર્થ કોટડીયા, નાયબ ખેતી નિયામકશ્રી એસ.એન.ડઢાણીયા, પ્રોજેકટ ડાયરેકટરશ્રી આત્મા એસ.એચ.ભંડેરી, તથા નાયબ બાગાયત નિયામકશ્રી સી.ઓ. લશ્કરી તથા ખેતીવાડી, આત્મા, આરોગ્ય વિભાગનો સહિતના પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

1 of 672

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *