➡️ ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા,પો.સબ.ઇન્સ. શ્રી એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો ને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતી પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.
➡️ આજરોજ એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન હેડ કોન્સ. ભયપાલસિંહ ચુડાસમાને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર,કુંભારવાડા, રામદેવનગર, ગીરનાર સોસાયટી,રણીયલ ચોકમાં આવેલ રામદેવપીર નાં મંદિર પાસે જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઇ ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમે છે. જે જગ્યાએ રેઇડ કરતાં ગંજીપતાનાં પાના-પૈસાથી જુગાર રમતાં નીચે મુજબના નામવાળા ઇસમો ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૧૬,૫૩૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવેલ.
૧. સીરાજ સલીમભાઇ ચાંદ ઉ.વ.૨૪
રહે.શેરી નંબર-૪,ગોપાલ સોસાયટી,
મઢુલી પાસે,નારી રોડ,કુંભારવાડા,
ભાવનગર
૨. પંકજ હરેશભાઇ ચૌહાણ ઉ.વ.૨૨
રહે.હઠીલા હનુમાન મંદિર પાસે,
એસ.ટી. વર્કશોપ સામે,ચિત્રા,ભાવનગર
૩. નરેન્દ્દ બળુભાઇ બારૈયા ઉ.વ.૩૦ રહે.
શેરી નંબર-૨, મઢુલી પાસે,રામદેવ
નગર,કુંભારવાડા,નારી રોડ,ભાવનગર
૪. સંજય જેન્તીભાઇ પરમાર ઉ.વ.૨૪
રહે.શેરી નંબર-૨,મઢુલી પાસે,
રામદેવનગર,કુંભારવાડા,નારી રોડ,
ભાવનગર
➡️ આ તમામ ઇસમો વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
➡️ આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા સાહેબ તથા એન.જી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર પો.હેડ કોન્સ. ભયપાલસિંહ સરવૈયા, વનરાજભાઇ ખુમાણ,જયદિપસિંહ જાડેજા, જયદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.