કપિલ પટેલ દ્વારા અરવલ્લી
માન.સચિવશ્રી, સામાન્ય સામાન્ય વહીવટ વિભાગ,આયોજન પ્રભાગ, શ્રી રાકેશ શંકર સાહેબની સૂચનાને પગલે અરવલ્લી જિલ્લા કક્ષા ની SDGs ની વર્ચ્યુઅલ બેઠક આજ રોજ તા.5/1/2021 4:00 કલાકે માન. કલેક્ટરશ્રી અરવલ્લી શ્રી નરેન્દ્રકુમાર મીના સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ જેમાં જિલ્લા તાલુકાના અધિકારીશ્રીઓ જોડાયેલ.
જિલ્લા આયોજન અધિકારીશ્રી સુરેન્દ્રસિંહ ડાભીએ પ્રારંભમા નિરંતર વિકાસના ધ્યેયો અંગે વિસ્તૃત જાણકારી પૂરી પાડી સામાન્ય વહીવટ વિભાગ આયોજન પ્રભાગ હસ્તક ની ગુજરાત આંતર માળખાકીય વિકાસ સોસાયટી દ્વારા તૈયાર કરવામાં આવેલ તાલીમ મોડ્યુલ આધારિત SDGs અંગે ની માહિતી પૂરી પાડી હતી
SPAC રમેશચંદ્ર રોત દ્વારા આ SDGs Presentation રજૂ કરી વિતૃત જાણકારી પૂરી પાડી જેમાં જિલ્લાના સંબંધિત વિભાગોને રાજયની સરખામણીએ જિલ્લાના નબળા રહેલ ઇન્ડિકેટરની ચર્ચા કરી તેમજ બેઠકમાં SDGsના કુલ 149 ઇન્ડિકેટર્સ વાઇઝ માર્ચ-2022ના લક્ષ્યાંકની ચર્ચા કરવામાં આવી સંબધિત અધિકારીશ્રીઓને સત્વરે Action Plan રજુ કરવા સુચના આપેલ.
અંતમા કલેકટર સાહેબ દ્વારા તમામ અધિકારીશ્રીઓ ને તેમની માહિતી અપડેટ કરવા સૂચના આપી હતી. અને સરકારશ્રી ની યોજનાઓ ના અસરકારક અમલ થકી સુધારો લાવવા સૂચન કર્યું હતું
બેઠક મા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત જિલ્લા તાલુકા ના અધિકારીશ્રીઓ જોડાયેલ હતા