PoliticsLatest

કોરોના મહામારી માં મૃતકોને પચાસ હજારના બદલે નિતિનિયમો પ્રમાણે ચાર લાખ ની સહાય ચૂકવવા સહિતના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા પ્રાંતિજ મામલતદાર ને આવેદનપત્ર અપાયુ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગુજરાત રાજ્યમાં કોરોના મહામારી માં જે લોકો કોરોના કારણે મૃત્યુ પામ્યા છે તેમના વારસદારો ને સરકાર દ્વારા જે પચાસ હજાર ની સહાયની ચુકવણી કરે છે તે ખૂબજ ઓછી છે કાયદા પ્રમાણે ચાર લાખની સહાય આપવાની હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ની સરકાર દ્વારા માનવતા નેવું મૂકી કોરોના ના મૃતકો ના પરિવારોની ઓછી સહાય ચૂકવીને કૂલ મશ્કરી કરી છે જેથી પુનઃ સર્વેક્ષણ કરાવી ચાર લાખની સહાય ચૂકવવામાં આવે અને કોરોના નો વેવ ચાલુ છે ત્યારે તમામ સરકારી હોસ્પિટલોમાં ઇન્જેક્શન દવા ઓ ઓક્સિજન ની પૂરતી વ્યવસ્થા કરે તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના થી જિલ્લા કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ આજે પ્રાંતિજ ખાતે કોંગ્રેસ સમિતિ અને કાર્યકરો મારફતે પૂ.ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ની આગેવાનીમાં પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.તાલુકાના કોંગ્રેસ ના વધુ કાર્યકરો કોંગ્રેસ ના આ કાર્યક્રમમાં જોડાયા હતા…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 653

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *