ગલૂડિયાં પર ભૂંડ દ્વારા કરેલ ઘાતક હુમલામાં ડૉ. પ્રિયાંશી અને પાઇલોટ હરીશભાઈ દ્વારા ગલૂડિયાનો જીવ બચાવવામાં સફળ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અકસ્માતનો ભોગ બનેલ ઇજાગ્રસ્ત, બિનવારસું (માલિક વિહોણા) પશુ-પક્ષીઓની સારવાર કરાવવી છે ?? તો ડાયલ કરો 1962 (કરુણા એનિમલ એમ્બ્યુલન્સને) અને કરાવો મફત સારવાર.108નું સંચાલન કરનાર GVK EMRI, અમદાવાદ દ્વારા કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ – 1962નું સમગ્ર સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ સેવા હેઠળ અરવલ્લી જીલ્લા વિસ્તારમાં જે બિમાર તેમજ અકસ્માતનો ભોગ બનેલ ઇજાગ્રસ્ત, બિનવારસું (માલિક વિહોણા) પશુ-પક્ષીઓની સારવાર નિ:શુલ્ક કરવામાં આવનાર છે.આ સેવાનો લાભ મેળવવા જેમ હાલમાં 108 ની સેવા અમલમાં છે તે જ રીતે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ – 1962 કોઇપણ નાગરીક પોતાના મોબાઇલ ફોનથી ટોલ ફ્રી – 1962 નંબર ડાયલ કરી શકશે જેનાથી આ કરૂણા એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી જઇને નિ:શુલ્ક સારવાર આપશે. આમ હવે રાજય સરકાર સ્વયં એનિમલ એમ્બ્યુલન્સ – 1962ના માધ્યમથી આવા મુંગા જીવોની વ્હારે આવી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં કાર્યરત કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા મોડાસામાં આવેલ સિદ્ધિ વિનાયક મંદિર પાસે આવેલ દેવભૂમિ સોસાયટીમાં સોસાયટીમાં ફરતા ભૂંડે ગલૂડિયાં પર ઘાતક હુમલો કર્યો હતો અને ગલૂડિયાંના આંતરડા બહાર નીકળી ગયા હતા ત્યારે સ્થાનિક સોસાયટીના રહીશો દ્વારા કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ – 1962 પર સંપર્ક કરતા તરતજ ડો. પ્રિયાંશી અને પાઇલોટ હરીશભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કૂતરાના ગલૂડિયાંને ઇમરજન્સી સારવાર કરી કૂતરાના ગલૂડિયાને પાટાપીંડી ,દવા કરી જીવ બચાવી લેવામાં સફળતા મેળવી હતી .ત્યારે સ્થાનિક સોસાયટીના લોકોએ અરવલ્લી જિલ્લાના 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ડૉ. પ્રીયાંશી અને પાઇલોટ હરીશભાઈ ની સરાહનીય કામગીરીની પ્રશંસા કરી હતી અને સરકાર દ્વારા મળતી અબોલા તેમજ બિનવારસી,અકસ્માતનો ભોગ બનેલ ઇજાગ્રસ્ત પશું,પક્ષીઓની ની: શુલ્ક સારવારની સેવાને લોકોએ બિરદાવી હતી.