Latest

ટીસ્કી ગામની સીમમા સાબર ડેરી દૂધ ના ટેન્કરે પલ્ટી મારતા ચાલકનું મોત:

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની દૂધ ડેરીઓ માંથી સાબરડેરી મા દૂધ લઈ જતાં ટેન્કરના ચાલકે પુરઝડપે, બેદરકારીપૂર્વક ગફલતભરી રીતે હંકારતા સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી ટીસ્કી ગામની સીમમા પલ્ટી મારતા ગંભીર ઈજાઓથી ચાલકનું મોત નીપજ્યતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મેઘરજના રોલા ગામના જયંતીભાઈ રવજીભાઈ તાબીયાડ જેવો સાબરડેરીના દૂધના ટેન્કર નં.GJ 09 Z 1768 થી ગ્રામ્ય વિસ્તારની દૂધ મંડળીઓ માંથી દૂધ લઈને સાબરડેરીમાં પહોંચાડવા માટે છેલ્લા બે માસથી ચાલક હોઇ જેઓ 6જાન્યુઆરીના રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ માલપુર થી મોડાસા રોડ ઉપરના ટીસકી ગામની સીમમાં પૂરઝડપે બેદરકારી પૂર્વક અને ગફલતભરી રીતે દૂધનું ટેન્કર હંકારતા રોડની સાઈડમાં ટેન્કર પલટી મારી જતા ચાલકને માથાના શરીર ના ભાગે ગંભીર ઈજાઓ થી ઘટના સ્થળે મોત નિપજયું હતું. જે અંગે દીનેશ ભાઇ તબીયાડે માલપુર પોલીસને જાણ કરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *