અમદાવાદ સ્થિત સામાજિક સંસ્થા Usha UR Foundation દ્વારા 2022નું અનોખું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે .જેમાં જલિયાવાલા બાગ, પ્લાસી યુદ્ધ, શહીદ દિવસ, ગણતંત્ર દિવસ ,ઝંડા દિવસ, આર્મી દિવસ ,કાકોરી, સ્વાતંત્ર્ય દિન જેવી અનેક આંદોલન ની માહિતી સહિતના દરેક પાના પર જન્મદિન, પુણ્યસ્મરણ, શહીદી કે વિશેષ દિવસો વિશેની મહત્વની માહિતી દરેક તારીખે મહાપુરુષોના ચિત્રો સાથે આપવામાં આવી છે.
જેનું વિમોચન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા યુવા દિવસે (સ્વામી વિવેકાનંદની જયંતી) દિવસે કરવામાં આવ્યું હતું. આ કૅલેન્ડર નું વિતરણ ભારતના અનેક રાજ્યોમાં નાના નાના શહેરોમાં ,ગામડાઓ ના સરકારી સ્કૂલ , કોલેજ માં કરવામાં આવશે.
સંસ્થાના પ્રમુખ પ્રિન્સી ઈન્કલાબ (Priyanshi R vana)એ જણાવ્યું કે આ કેલેન્ડરથી આવનારી પેઢીઓને દેશના ગૌરવશાળી ઈતિહાસનો પરિચય કરાવવામાં આવશે અને ટૂંક સમયમાં પંજાબમાં શહીદ ભગતસિંહ, ઉત્તર પ્રદેશમાં શહીદ સુખદેવ, શહીદ અશફાક ઉલ્લા ખાન, શહીદ રામ પ્રસાદ બિસ્મિલ. પરિવારના સભ્યો દ્વારા વિતરણ કરવામાં આવશે.
આ સંસ્થા આપણા દેશને હિતમાં લાગતા સામાજિક કાર્યો કરતી આવી છે.