કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લા ના અલ્વા ગામે ડંપિંગ સાઈડ શરૂ કરવામાં આવનાર હોય વાત્રક નદી ને પ્રદુષિત થતી અટકાવવા અલવા ગામ સહિત 25 ગામો ના ગ્રામજનો તેમજ પૂર્વ ધારાસભ્ય ધવલ સિંહ ઝાલા દ્વારા અગાઊ આવેદન આપવામાં આવ્યું હતું.જેમાં વાત્રક નદી કાંઠે બાયડના અલ્વા ગામની હદ માં નવરત્ન સ્ટોન ઇન્ડસ્ટ્રીઝ ની જમીન માં નરોડા એન્વાયારી પ્રોજેક્ટ લિમિટેડ કંપની એ કેમિકલ ડમ્પીંગ સાઇડ બનાવવા નો નિર્ણય કર્યો છે .જેથી આ વિસ્તાર માં ખેડુતો પશુઓ તેમજ પર્યાવરણ ને ભારી જોખમ પુરવાર થાય તેમ હોવાથી વિસ્તાર નાં તમામ લોકો નો ભારે વિરોધ પણ છે તેમ છતાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 28 તારીખ નાં રોજ સુનાવણી થવાની હતી પંરતુ આજે બાજુ નાં ગામડા નો વિરોધ દર્શાવ્યો હતો જેથી અરવલ્લી જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીના એ હાલ લોક સુનાવણી રદ કોરોના ના કારણે લોકોની માગણી માન્ય રાખી રદ કરી છે. પણ આ વિસ્તારના લોકો નો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે આ વિસ્તારો ની જમીનો અને વાત્રક નદી ,વાત્રક હોસ્પિટલ અને સૂઝલામ સુફલામ નર્મદા કેનાલ ને બચાવવાની સાથે ગ્રામિણ જનતા એ વિરોધ પ્રદર્શિત કરી રહ્યા તેમજ આગામી સમય માં આ ડમ્પીંગ સાઇડ બંધ કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અલવા ગામ ના પૂર્વ સરપંચ લાલાભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તા કેતુલ પટેલ ,સીરાજ ભાઈ અને બાયડ વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા જણાવ્યું હતું.