સિહોર ખાતે રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણી સાથે સેવાના ભેખધારીને ડો.મનસ્વી માલવિયા ને સનમાનિત કરી એક ઉમદા અને બાહોશ વ્યક્તિત્વ ધરાવતા અને લોકો સાથે સરળતાથી ભળી જઈને કોઈપણ આરોગ્ય પ્રોજેક્ટ સારી રીતે પાર પાડી શકે છે એ એમની વિશેષતા છે કોવિડ પેડેમિક હોય કે કોવિડ વેક્સિનેશન હોય દિવસ-રાત જોયા વિના તેઓ હંમેશા લોકોના આરોગ્યની સેવામાં અભિરત રહ્યા છે કાર્ય કરવાની અને કરાવવાની પોતાની આગવી શૈલી છે કાર્ય કરાવવાની પદ્ધતિ એવી કે કર્મચારી ક્યારેય
ઘડિયાળનો સમય ના જુએ કેમ કે ક્રેડિટ હંમેશા પોતાની ટીમને આપી દે પોતે ના રાખે એવા સરળ
અને સહજ વર્તે છે જેથી કર્મચારીઓનો પ્રેમ સંપાદન કરી શક્યા છે સાથે આરોગ્ય વિભાગમાં પોતાની આગવી અલગ ઓળખ ઉભી કરી છે
આથી જ તેઓ આજે રંઘોળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર હોવાની સાથે ત્રણ
તાલુકાના તાલુકા હેલ્થ ઓફીસર તરીકે પણ જવાબદારી અદા કરી રહ્યા છે ભાવનગર જિલ્લાના ઉમરાળા વલભીપુર અને સિહોર
૩ તાલુકાના ૧૭૭ ગામડા,અને ૭૧,૭૪૯ ઘરના અને ૩,૭૮,૭૫૧ લોકોની વસ્તીના આરોગ્યની જવાબદારી એક હોંશિયાર અને કર્મઠ દિકરી નિભાવી રહી છે જે સમગ્ર રાજ્ય માટે ગૌરવ લઈ શકાય એવી ઘટના છે ભારત
આઝાદીના ૭૫ વર્ષ પૂરાં કરી રહ્યું છે ત્યારે આજે ગણતંત્ર દિવસના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે તેમની
વિશિષ્ટ સેવાઓ માટે સિહોર ડેપ્યુટી કલેક્ટર રાજેશ ચૌહાણ દ્રારા ડો.મનસ્વી માલવિયા ને વિષેશ રીતે સન્માનિત કરવામાં આવ્યા
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા