ભાવનગરના પૂર્વ મેયર મેહુલ વડોદરીયાના પુત્ર ડૉ.સ્મિત વડોદરીયા કે જેઓ નવજાત શિશુ અને બાળરોગના નિષ્ણાંત છે તેઓ સહિત ૭ તબીબો અહિં ૨૪ કલાક સેવા આપશે
૫૦ બેડની હોસ્પિટલ, ઇમરજન્સી સારવાર,મેડીકલ સ્ટોર,લેબોરેટરી,એબ્યુલન્સ સેવા સહિતની સુવિધા ઉપલબ્ધ
ભાવનગર શહેરના પશ્ચિમ વિધાનસભા મતક્ષેત્ર એટલે કે ગુજરાતના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીના મતક્ષેત્રમાં શિવાલીક આરોગ્ય ધામનું નિર્માણ થયુ અને આ હોસ્પિટલ સેવાનું સમિયાણું બની ગયું છે અહિં આખલોલ જકાતનાકા પાસે બનેલા આ સેવાધામમાં ભાવનગરના પ્રસિદ્ધ ૭ તબીબો અનુક્રમે ડો. ધ્રુવરાજસિંહ ચાવડા,ડૉ.સ્મિત વડોદરીયા, ડૉ.કેયુર વાઘેલા,ડૉ.શ્રીબેન એ.જાની,ડૉ.નીજા ગોસાઈ અને ડૉ.મિતેશ વાઘેલા તેમજ ડૉ.એસ.કે.પરમાર સહિતના ડોકટરો ૨૪ કલાક ઉપલબ્ધ રહેશે અને સેવા આપશે.ડૉ.સ્મિત વડોદરીયાએ ભાવનગરના પૂર્વ મેયર મેહુલ વડોદરીયાના પુત્ર છે અને એમ.ડી.પેડીયાટ્રીકસ છે એટલે નવજાત શિશુ અને બાળરોગના નિષ્ણાંત છે આ ઉપરાંત ડૉ.કેયુર વાઘેલા હાડકા સાંધા અને મણકાના નિષ્ણાંત છે ડૉ.નિજા ગોસાઇ દાંતના નિષ્ણાંત છે અને ડૉ.શ્રીબેન.એ.જાની પ્રસુતિ,સ્ત્રીરોગ અને લેપ્રોસ્કોપીક સર્જન છે જનરલ ઓપીડીમાં એસ.કે.પરમાર અને ડૉ.મિતેશ વાઘેલા સેવા આપશે ડૉ.યુવરાજ સિંહ ચાવડા ફિઝિશ્યન,કાર્ડીયો,
ડાયાબીટીસ,અને ક્રિટીકલ કેરના સ્પેશ્યાલીસ્ટ છે ૫૦ બેડની
આ હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર,મેડીકલ સ્ટોર,લેબોરેટરી,
એબ્યુલન્સ સહિતની સુવિધા પણ રાખવામાં આવી છે ડૉ.સ્મિત મેહુલભાઇ વડોદરીયા અગાઉ અંકુર હોસ્પિટલ,અમદાવાદમાં ડૉ.રાજુ સી.શાહના માર્ગદર્શન હેઠળ ૬ મહિના કામગીરી કરી ચૂક્યા છે અને જી.એમ.ઇ.આર. એસ.મેડીકલ કોલેજ વડનગર ખાતે એક વર્ષ સિનિયર રેસીડન્સ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે આ ઉપરાંત કચ્છના રાપર ખાતે ક્રિષ્ના હોસ્પિટલમાં બાળકોના નિષ્ણાંત અને આઇસીયુ નિષ્ણાંત તરીકે
૬ મહિના સેવા આપી ચૂક્યા છે તેમજ આકાંક્ષા હોસ્પિટલ
આણંદ ખાતે પીડીયાટ્રીક, નીઓનેટલ,આઇસીયુ તરીકે ૮
મહિનાનો અનુભવ લીધેલ છે ભાવનગર શહેરની ફાતિમા
કોન્વેન્ટ સ્કુલ અને સરદારનગર ગુરુકુળ તેમજ નૈમિષારણ્ય
ભાવનગર ખાતે અભ્યાસ કરનારા ડૉ.સ્મિત વડોદરીયાએ એમ.બી. બી.એસમાં સ્નાતક કર્યું છે આ ઉપરાંત એન.એચ.એલ.મેડીકલ કોલેજ અને વી.એસ.જનરલ હોસ્પિટલ અમદાવાદમાં ૨૦૧૫માં પૂર્ણ કરેલું છે ૨૦૧૯માં અમદાવાદ થી ગુજરાત યુનિ.ફર્સ્ટ રેન્ક સાથે પૂર્ણ કર્યું હતુ અત્રે ઉલ્લેખનીય છે કે,ડૉ.સ્મિતના પત્ની પણ ડૉકટર છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા