પ્રથમ ક્રમે સુરતનાં સુશ્રી ભામિની કાપડિઆ..
ગારિયાધાર/ ભાવનગર
ભાવનગર જિલ્લાના કેળવણીકાર સ્વ.આલાભાઈ સાંડસુરની દ્વિતીય પુણ્યતિથિ તા.૩-૨-૨૨ નિમિત્તે યોજવામાં આવેલી નિબંધ સ્પર્ધા કે જેનો વિષય હતો “મારી કેળવણી યાત્રા” તેનું પરિણામ ગઈકાલે વર્ચ્યુઅલ માધ્યમથી જાહેર કરવામાં આવ્યું.
જેમાં પ્રથમ નંબરે આવ્યાં સુશ્રી ભામિની કાપડિઆ (સુરત). જેઓ સને 1978 થી શિક્ષણ ક્ષેત્રે સુરત શહેરની પ્રતિષ્ઠિત શાળા શ્રીમતી ડી.રાણા વિધાસંકુલમાં 1995 થી 2016 સુધી આચાર્ય તરીકે પોતાનું પ્રદાન આપતાં હતાં. હાલમાં તેજ શાળામાં નિયામક તરીકે કાર્યરત છેતથા સાહિત્યના વિવિધ ગ્રુપમાં લેખો લખે છે. દ્વિતીય નંબરે જાહેર થયાં શ્રી જિજ્ઞેશભાઈ ડી.ટંડેલ કે જેઓ ઉતર બુનિયાદી વિદ્યાલય -વાધેચા જિ સુરતમાં ઉચ્ચ માધ્યમિક શિક્ષક તરીકે કાયૅરત છે.તેઓ લેખન વાંચનનો શોખ ધરાવે છે અને નઈ તાલીમ અને બુનિયાદી શિક્ષણ સાથે ધનિષ્ટ રીતે સંકળાયેલાં છે. તૃતીય ક્રમાંકે આવેલા સુશ્રી દિપાલીબેન યુ.આદેશરા મોરબી જિલ્લાના ટંકારા કન્યા વિદ્યાલયના અંગ્રેજી શિક્ષિકા છે.સાહિત્ય અને સહઅભ્યાસિક પ્રવૃતિઓ સાથે તેઓ ગાઢ અનુબંધ ધરાવે છે.ગુજરાતભરના સ્પર્ધકોએ આ હરીફાઈમાં ઉમેદવારી નોંધાવી હતી.
આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે આચાર્યા શ્રીમતી ભારતીબેન ગોહિલ (અમરેલી) તથા સાહિત્યકાર સુશ્રી કાલિન્દીબેન પરીખ (અમરેલી) એ પોતાની સેવા આપી હતી.વિજેતાને રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં.સમગ્ર કાયૅક્મનું આયોજન વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ- વેળાવદરના ઉપક્રમે શ્રી તખુભાઈ સાંડસુર દ્વારા થયું હતું.