કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બી.આર.એસના વિદ્યાર્થીઓ માટે ગ્રામસેવકની પોસ્ટ પોતાના ફિલ્ડને લગતા ક્ષેત્રમાં રોજગારી માટેની માત્ર એક જ તક હતી, જેમાં હવે પોતાના ફિલ્ડને લગતી અનેક તકો ધરાવતા ઉચ્ચ અભ્યાસક્રમોનો સમાવેશ કરતા કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બી.આર.એસના વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે,તારીખ:૧૧.૦૧.૨૦૨૨થી અલગ અલગ માધ્યમો દ્વારા સતત રજૂઆતો બાદ પણ સબંધિત વિભાગ અને મંત્રી દ્વારા હકારાત્મક પ્રત્યુતર ન મળતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં ન આવે તો આવનારા સમયમાં ઘેરા પ્રત્યાઘાતો પડશે તેવું જોવામાં આવી રહ્યું છે
રાજ્યના પક્ષ-વિપક્ષ MP-MLA દ્વારા પણ સબંધિત વિભાગના મંત્રીને આ બાબતે રજુઆત કરીને તા:૧૧.૦૧.૨૦૨૨નો પરિપત્ર રદ કરવાની માંગણી કરવામાં આવી છે તેમ છતાં સંબંધિત વિભાગ અને મંત્રી દ્વારા કોઇ સ્પષ્ટતા કરી નથી અને વિદ્યાર્થીઓની માંગણી સ્વીકારવા બાબતે આગળ આવ્યા નથી વધુમાં કૃષિ વિદ્યાર્થી એકતા સંગઠનના ભાવેશભાઈ સોલંકીએ આ બાબતે જણાવ્યું હતું કે મધ્યમ ગરીબ અને આદિવાસી ક્ષેત્રના વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બી.આર.એસમાં પ્રવેશ મેળવી રોજગારી મેળવવાના સ્વપ્ન જોતા હોય છે અને તેમના માટે માત્ર ગ્રામસેવક પૂરતી જ તક રહેલી હતી અને છેલ્લા પાંચ વર્ષથી આ વિદ્યાર્થીઓ ગ્રામસેવક ભરતીની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આ રોજગારીનો કોળિયો વિદ્યાર્થીઓના મો સુધી પહોંચે એ પહેલાજ સરકારે નિયમોમાં ઉચ્ચ ડિગ્રીઓને ભાગ આપી ગરીબ, મધ્યમ અને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય કર્યો હોય એવું દેખાય આવે છે,વધુમાં ભાવેશ સોલંકીએ કહ્યું કે સરકાર જો ઉચ્ચ ડિગ્રીઓને રોજગારી માટે તક આપવાનું બહાનું ધરી રહી હોઇ તો સરકારને જણાવવા માગશું કે તમે તક આપવાની વાત જ કરતા હોવ અને વિદ્યાર્થીઓ વિશે એટલા બધા ચિંતિત હોવ તો ઉચ્ચ ડિગ્રીઓ માટેની એવી અનેક પોસ્ટ છે જેમાં જગ્યાઓ ખાલી છે જેમાં ભરતી કરીને તેમને રોજગારી આપવામાં આવે,પરંતુ જે નાની ડિગ્રીઓ માટે સીમિત તકો છે તેમના પર આ પ્રકારનો અન્યાય કરવો એ ખૂબ જ અસંવેદનશીલ નિર્ણય કહી શકાય,આ બાબતે ભાવેશભાઈ સોલંકીએ સચિવાલય ખાતે પંચાયત મંત્રીને કૃષિ ક્ષેત્રના ડિપ્લોમાં અને બી.આર.એસના વિદ્યાર્થીઓના મો માં પાંચ વર્ષની રાહ જોયા બાદ જ્યારે કોળિયો આવ્યો હોય ત્યારે કોળિયાને ન છીનવવા રજુઆત કરી છે અને સાથે જ પત્ર સાથે MP-MLA દ્વારા મળેલ સમર્થન પત્રો જોડી તાત્કાલિક ધોરણે ન્યાય આપવા રજુઆત કરી છે
નોંધ:સચિવાલય ખાતે રજુઆત કરેલ નકલની pdf આ સાથે જોડેલ pdf ફાઈલમાં સમાવિષ્ટ છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા