ભાજપ સરકાર નાના નાના ગામડાઓ કે આમજનતા ના વિકાસમાં સહેજ પણ કચાશ નહીં રાખે મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મૌછા ગામે આજે આંગણવાડી ના નવીન મકાન બનાવવા માટે નું ખાત મુહૂર્ત પ્રાંતિજ તલોદ તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય ના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા વિધિવત્ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આપ્રસંગે ભાજપના લલિતભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ બળવંતભાઈ પટેલ અર્જુન સિંહ મકવાણા,નરસિંહભાઇ પટેલ, તાલુકા પંચાયત ના પ્રમુખ વર્ષાબા.. ભાજપ ના હોદ્દેદારો મૌછા ગામના મહિલા સરપંચ શ્રીમતી કિર્તિબેન પરમાર પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે કેન્દ્ર માં નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાત રાજ્ય માં ભૂપેન્દ્રભાઇ પટેલ ની સરકારમાં નાનામાં નાના ગામડાઓ નાનાનાના માણસો ખેડૂતો ના અવિરતપણે વિકાસની ચિંતા કરી કાર્યો કરે છે.શિક્ષણ આરોગ્ય સફાઈ જેવા કાર્યો માટે સરકાર ઉદાર મને નાણાંની ફાળવણી કરી રહી છે.મૌછા ગામે તળાવ ભરવા તેમજ ગટરના કામો માટે આને પીવાના બોરની સુવિધા માટે મંત્રીશ્રી એ તાબડતોબ કામોના મંજૂરી ની ખાત્રી આપી હતી અને આ ગામના બાકી રહેલા કામો માટે માર્ચ પછી પંચાયતની ભરલામણ આને માંગણી થી બાકી રહેલા કામો પૂર્ણ કરી આપવાની ખાતરી આપી હતી.આયુષ્યમાન કાર્ડ તેમજ રેશનીંગના નાના નાના પ્રશ્નો હોય તો પણ મને જણાવશો તો યોગ્ય ઝડપી કાર્યવાહી કરી પૂર્ણ કરવાની ખાત્રી આપી હતી. આ પ્રસંગે સરપંચશ્રી દ્વારા મૌછા ગામના નોકરીઓમાં સિલેક્ટ થયેલ ઉમેદવારો ને પ્રોત્સાહિત કરવા સન્માન અને ઈનામ આપવાની જાહેરાત કરી હતી.આ પ્રસંગે સી.ડીએચઓ. તેમજ ગામના આગેવાનો દિલિપસિંહ રમણલાલ સહિતના આગેવાનો દ્વારા મંત્રી શ્રી નું આને હોદ્દેદારો નું ભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ બાદ મૌછા ગામે હોલમાં પેજ પ્રમુખોની બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર તેમજ બળવંતભાઈ પટેલ લલીતભાઈ પટેલ એ.કે મકવાણાએ વિવિધ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું..