Breaking NewsLatest

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી જિલ્લાની કારોબારી બેઠકમાં નિવૃત્ત થતા અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનુ સન્માન કરવામાં આવ્યું

બદલી થતા તથા નવા આવતા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓનુ પણ સન્માન કરવામાં આવ્યું.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સોમવારે પ્રાર્થના ગ્લોબલ સ્કૂલ મોડાસા (મદાપુર કંપા) ખાતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અરવલ્લી જિલ્લાની કારોબારી બેઠક અરવલ્લી જિલ્લાના અધ્યક્ષશ્રી મિનેષભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યોજાઇ. જેમાં અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સ્મિતાબેન પટેલ નો વય નિવૃત્તિ સમારંભ તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સમીરભાઈ પટેલની બદલી થતાં તેમનો શુભેચ્છા સમારંભ અને અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી શૈલેષભાઈ પટેલનો આ જિલ્લામાં સ્વાગત અને સન્માન સમારંભ યોજવામાં આવ્યો. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અરવલ્લી જિલ્લાના સંઘચાલકજી અને પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી એવા શ્રી નટુભાઇ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.  અરવલ્લી જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની કારોબારીના તમામ સદસ્યો, રાજ્ય પ્રતિનિધિઓ તથા માલપુર, મોડાસા ,મેઘરજ, ભિલોડા, ધનસુરા અને બાયડના શૈક્ષિક મહાસંઘના તમામ હોદ્દેદારો,
બીટ કે. નિ. શ્રીઓ, બી.આર.સી શ્રી, એસ.આઈ. મિત્રો, એચ.ટાટ મિત્રો અને શિક્ષક મિત્રોની ઉપસ્થિતિમાં ખુબ સુંદર રીતે આ કાર્યક્રમ યોજાયો.


કાયૅક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યાર બાદ અરવલ્લી જિલ્લાના મહામંત્રીશ્રી પ્રજ્ઞેશભાઈ શર્મા એ સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું. ઉપસ્થિત સર્વેએ નિવૃત્ત થતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સ્મિતાબેન પટેલ, બદલી થતા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સમીરભાઈ પટેલ, નવા આવતા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી શૈલેષભાઈ પટેલ ને મોમેન્ટો ,શાલ અને ભેટ-સોગાદો આપી સન્માનિત કર્યા હતા.
આ તબક્કે શ્રી સ્મિતાબેને અરવલ્લી જિલ્લાના શિક્ષકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે અને તેમનો પ્રેમ અને સત્કાર તેઓ હંમેશા યાદ રાખશે એમ જણાવ્યું હતું. શ્રી સમીરભાઈ એ શિક્ષણયજ્ઞ ને સફળ બનાવવા માટે સૌ શિક્ષક મિત્રો કઈ રીતે કર્મરત રહી દેશને આગળ લઈ જઈ શકે તેનું સુંદર ઉદાહરણ આપી પ્રેરણા પૂરી પાડી હતી. શ્રી શૈલેષભાઈ એ અરવલ્લી જિલ્લા શિક્ષણમાં શ્રી સ્મિતાબેન અને સમીરભાઈ એ શરૂ કરેલી વિકાસ યાત્રા આગળ ધપાવવા કટિબદ્ધ છું તથા શિક્ષણ અને શિક્ષક હિતમાં સદૈવ અગ્રેસર રહીશ એમ પણ જણાવ્યું હતું.
ઉપસ્થિત બીઆરસી, બીટ કેળવણી નિરીક્ષક અને એસ‌આઈ શ્રીઓનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની વિચારધારા અને માલપુર તાલુકાના મહામંત્રી શ્રી વિરલભાઈ ઉપાધ્યાયની કાયૅ પ્રણાલીથી પ્રેરાઈને માલપુર તાલુકાના 15 થી વધુ સક્રિય શિક્ષક મિત્રો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાથે જોડાતાં ઉપસ્થિત મહેમાનો દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાયૅક્રમના અંતે કાયૅક્રમના અધ્યક્ષશ્રી મિનેષભાઈ પટેલ એ સૌને આવકારતાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષક અને શિક્ષણ હિતમાં સદૈવ અગ્રેસર રહેવાની સાથે સાથે રાષ્ટ્ર હિતમાં પણ સદૈવ અગ્રેસર રહેશે એવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


અંતમાં ઉપસ્થિત સૌનો અરવલ્લી જિલ્લાના ઉપાધ્યક્ષ શ્રી ભાવેશભાઇ પ્રજાપતિ એ આભાર વ્યક્ત કર્યો હતો. કલ્યાણ મંત્ર સાથે કાયૅક્રમની પૂણૉહુતિ થઈ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેઘરજ તાલુકાના મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ એ કર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *